gajeravidyabhavanguj
No Smoking Day
કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ તા. 13/03/2023 ને સોમવારના રોજ No Smoking Day ની ઉજવણી શાળાના વિશાળ કોન્ફોરેન્સ હોલમાં ધોરણ :- 8 અને 9 ના વિદ્યાર્થીઓ ને સાથે રાખીને સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન શ્રી દર્શનભાઈ કાણકીયા એ ધૂમ્રપાનથી થતાં રોગો જેવા કે હૃદયરોગ, શ્વાસનળીમાં સોજો, ન્યુમોનિયા, સ્ટ્રોક, અને કેન્સરના ઘણા બધાં પ્રકારો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહીત વધુ ગંભીર પરિસ્થિતિઓ વિકસી શકે છે જેમાંથી મોઢાનું કેન્સર એકદમ સામાન્ય છે. સ્વાસ્થ્યનાં જોખમો બધાંને ખબર જ છે તેમ છતાં ઘણાં યુવાનો દરરોજ ધૂમ્રપાન કરવાનું શરૂ કરે છે, કેટલાંક તેની જીજ્ઞાશા થી શરૂ કરે છે. સમગ્ર કાર્યકામનું આયોજન ડૉ. ભાવેશભાઈ ઘેલાણી , તેમજ સુપરવાઈઝર ધારાબેન તળાવીયા અને કિશોરભાઈ જસાણી ના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ કચરિયા એ કર્યું હતું તેમજ આભાર વિધિ નયનભાઈ ત્રિવેદી એ કરી હતી.