NCC 6 ગર્લ્સ બટાલીયન સેન્ટર.
આજરોજ ગજેરા વિદ્યાભવન ખાતે NCC 6 ગર્લ્સ બટાલીયનનાં કર્નલ મયંક ઉપાધ્યાય સાહેબ શાળાની મૂલાકાતે આવ્યાં હતાં. આપણી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી NCC નું સેન્ટર ચાલી રહ્યું છે જેમાં 50 જેટલી છોકરીઓ રેગ્યુલર NCC ની ટ્રેનિંગ મેળવી રહી છે. તાજેતરમાં જ દ્રિતિય વર્ષની છોકરીઓ સુરત મુકામે દસ દિવસનાં કેમ્પમાં જઈ ખુબ જ સરસ ટ્રેનિંગ મેળવી હતી. આજે આજે મયંક ઉપાધ્યાય સાહેબે સ્કુલની મુલાકાત લઈ NCC વિશેની ખૂબ જ સારી ચર્ચાઓ કરી હતી તથા વિદ્યાર્થીઓ સાથે NCC નાં મહત્વ વિશે ઊંડાણપૂર્વક વાતો કરી હતી ત્યારબાદ શાળાની NCC ઓફિસની મુલાકાત લઈ શાળાને ખુબ જ એપ્રિશિએટ કરી હતી શાળાની કામગીરી વખાણી હતી તથા આગળ હજુ ઘણાંસ્કોપ છે તે અંગેની તૈયારીની પણ ચર્ચા કરી મદદ કરવાની અને બાળકોને સારામાં સારી ટ્રેનિંગ અને શિક્ષણ મળી રહે તે માટેની બાહેધરી લીધી હતી. આપણી શાળાનાં NCC ટ્રેનર બબીતા જયસ્વાલને પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન આપ્યાં હતાં.