top of page
  • Writer's picturegajeravidyabhavanguj

World Photography Day

કુદરત ના સૌંદર્ય ને કચકડે કંડારવાનો દિવસ એટલે " નેચર ફોટોગ્રાફી દિવસ "

કુદરત ના ખોળા માં પથરાયેલા સૌંદર્ય ને કચકડે કંડારી ને વિશ્વ ના લોકો સુધી પહોંચાડનાર અને પ્રત્યેક વ્યક્તિ કુદરત ને એકદમ નજીક થી જાણી શકે તેવા ઉમદા આશય થી નેચર ફોટોગ્રાફી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન સમય થી ફોટોગ્રાફી ને કળા ના માધ્યમ તરીકે પણ ઓળખવા માં આવી રહી છે. ત્યારે ફોટોગ્રાફરોએ કુદરત ને સુવ્યવસ્થિત રીતે કચકડે કંડારી ને તેને આ જીવન માનસ પટ પર અકબંધ કરતા જોવા મળી રહ્યા છે.

નેચર ફોટોગ્રાફી કરવાનો શોખ ધરાવતી વ્યક્તિ સામાન્યપણે કુદરત ની બિલકુલ નજીક જોવાં મળે છે.કુદરત અમર્યાદિત રીતે સમગ્ર વિશ્વ માં પથરાયેલો જોવા મળે છે. ત્યારે , કોઈ પણ એક વિષય વસ્તુ ને ધ્યાને રાખી ને ફોટોગ્રાફી કરવાની અદ્ભુત કળા હસ્તગત કરવામાં આવે છે.વર્તમાન સમય માં ફોટોગ્રાફી ના પણ કેટલાક વિભાગો અસ્તિત્વ માં આવ્યા છે. કેટલાક ફોટોગ્રાફરો પ્રાણી જગત માં રૂચિ ધરાવતા હોય છે. આમાં ફોટોગ્રાફર પ્રાણીઓ ના ફોટોગ્રાફ ને લઈને સતત મહેનત કરતા હોય છે. કેટલાક ફોટોગ્રાફર કુદરતી આફત કે કુદરત દ્વારા સર્જિત વિનાશ માં રુચિ રાખતા હોય છે.

આવી જ રીતે ફોટોગ્રાફરો ની અલગ અલગ રુચિ ને કારણે તેઓ ખૂબ સારી રીતે ફોટોગ્રાફી થકી નામના મેળવી રહ્યા છે. ફોટોગ્રાફી ના અનેક પ્રકારો અને વિષયો ના સમય બદલવાની સાથે નવપલ્લિત થતાં જાય છે. આમ, તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ પણ દર વર્ષે ઉમેરાતા જાય છે. પરંતુ, જે ફોટોગ્રાફી ની મજા કુદરત ને કચકડે કંડારવામાં આવતી હશે તે કદાચ બીજા કોઈ પણ ફોટોગ્રાફ્સ લેવામાં ન આવતી હોય તે કહેવું સ્વાભાવિક પણે સ્વીકારી શકાય તેમ છે.

877 views0 comments

Recent Posts

See All
bottom of page