top of page
  • Writer's picturegajeravidyabhavanguj

NATIONAL YOUTH DAY


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.12/01/23 ગુરૂવારનાં રોજ ભારતનાં યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ હતી. 1985 થી દર વર્ષે 12મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવામાં આવે છે. તે અંતર્ગત યુથ ડે ની ઉજવણી ગજેરા શાળામાં કરવામાં આવી. જેમાં સંગીત, નાટક, નૃત્ય વગેરેની સ્પર્ધા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દિવસ વિષેની માહિતી શાળના શિક્ષકે આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પનાબહેને કર્યું હતું. તેમજ જજ તરીકે કલ્પનાબહેન, રશ્મીતાબેને ફરજ બજાવી હતી. શાળના આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ આભારવિધિ કરેલ હતી.


34 views0 comments
bottom of page