top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"NATIONAL YOUTH DAY"


“Never be weak , you must be strong;

You have infinite strength in you.

You are the creator of your own destiny”

દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ ની જન્મજયંતીને રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છેકારણ કે રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને સમર્પિત છે.ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ હમેશા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. તેઓ ભારતીય ફિલોસોફર અને સુધારક હતા. તેઓ ધાર્મિક સહિષ્ણુતા નો ઉપદેશ આપવા અને ભારતીય આધ્યાત્મિકતાને પશ્વિમી ભૌતિક પ્રગતિ સાથે જોડવા માટે પણ જાણીતા હતા. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે,

“મારો વિશ્વાસ યુવા શક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.”

1984 માં, ભારત સરકારે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું કારણ કે તેઓ માને છે કે તે યુવાનોની શાશ્વત ઊર્જાને જાગૃત કરવા અને પ્રેરણા આપવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. જેના પરિણામે સમગ્ર દેશને સમૃદ્ધિ થશે. સ્વામી વિવેકાનંદ દરેક બાળકમાં દેશ માટે આશા જોતા હતા કારણ કે તેઓ માનતા હતા કે , બાળકો અને યુવાનો "લોખંડના સ્નાયુઓ" અને "સ્ટીલ નર્વ્સ" કાર્ય બતાવો વડે સામાજિક પરિવર્તન લાવી શકે છે.

"ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" આ તેમનો મુખ્ય સિદ્ધાંત હતો.

“Take risks in your life

If you win, you can lead!

If you lose, you can guide!”

268 views0 comments

Recent Posts

See All
bottom of page