gajeravidyabhavanguj
National Youth Day
12 જાન્યુઆરી એટલે “યુવા દિન” આપણા દેશમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઘોષિત કર્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન તથા તેના કર્યો પરથી ભારતીય યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે “જે દેશનું યુવાધન મજબુત હોય, તે દેશનું ભવિષ્ય મજબુત બને છે.”
ગજેરા વિદ્યાભવનમાં રાષ્ટ્રીય યુવા દિવસના અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરવાં જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝરશ્રી ધારાબહેન, કિશોરભાઈએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં તથા આ કાર્યક્રમમાં જુદી-જુદી સ્પર્ધામાં બાળકોને પ્રથમ, દ્રિતિય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કલ્પનાબેન તથા ડ્રામા કલબનાં હેડ ભરતભાઈ પરમારે કર્યું હતું.