gajeravidyabhavanguj
National Sports Day
આજ રોજ કતારગામ ખાતે આવેલ શ્રીમતી એસ.એચ.ગજેરા મા. & ઉ.મા. શાળા (ગુજરાતી માધ્યમ) માં તા.29/08/22 ને સોમવારનાં રોજ નેશનલ સ્પોટ્સ ડે ની ઉજવણી નિમિતે શાળામાં વિવિધ વિવિધ રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણી માટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટના રાષ્ટ્રીય રમત દિવસ પર દેશ મહાન ઓલિમ્પિયન અને સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને તેમની 116 મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યો છે. મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના રોજ થયો હતો. ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમત દિવસ એવા સમયે છે, જ્યારે ભારતે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં સાત મેડલ જીત્યા છે. ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ પણ મેડલ જીતી રહ્યા છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. મેજર ધ્યાનચંદ 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા. વર્ષ 1922માં તેમને ભારતીય સૈનિક તરીકે સેનામાં જોડાયા હતા. મેજર ધ્યાનચંદ શરૂઆતથી જ ખેલાડી હતા. તેમને સુબેદાર મેજર તિવારીથી હોકી રમવા માટે પ્રેરિત હતા. ધ્યાનચંદે તેમની દેખરેખ હેઠળ હોકી રમવાનું શરૂ કર્યું હતું. મેજર ધ્યાનચંદ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક મહાન હોકી ખેલાડી હતા. મેજર ધ્યાનચંદે 1928, 1932 અને 1936 સમર ઓલિમ્પિક્સમાં વિજય સાથે ભારતને ગોલ્ડ મેડલની હેટ્રિક અપાવી હતી. મેજર ધ્યાનચંદ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક મહાન હોકી ખેલાડી હતા. મેજર ધ્યાનચંદે 1928 (એમ્સ્ટરડેમ), 1932 (લોસ એન્જલસ) અને 1936 (બર્લિન) સમર ઓલિમ્પિકમાં વિજય સાથે ભારતને ગોલ્ડ મેડલની હેટ્રિક તરફ દોરી હતી. ધ્યાનચંદે ત્રણ ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારતે વર્ષ 1932માં 37 મેચમાં 338 ગોલ કર્યા હતા, જેમાંથી ધ્યાનચંદે એકલા 133 ગોલ કર્યા હતા. આ દિવસે 29 ઓગસ્ટ રમત જગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. શાળામાં મુખ્ય મહેમાન તરીકે નીરજ શર્મા (નેશનલ પ્લેયર), ધરતી સવાણી (બાસ્કેટબોલ નેશનલ કોચ), નીશ્રુત પટેલ (ચેસ નેશનલ પ્લેયર), અનીલ ગામીત (ASI પોલીસ), કિશોર પટેલ (ખેલમહાકુંભ સ્ટ્રીકટ કન્વીનર) હાજર રહ્યા હતા. આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.