top of page
  • Writer's picturegajeravidyabhavanguj

National Sports Day

અત્યારના માતા-પિતાઓને શારીરિક વિકાસ કરતાં માર્કશીટ નો વિકાસ વધુ વ્હાલો છે. કેટલા માર્ક્સ આવ્યા? કેટલો નંબર આવ્યો? ક્યા એડમિશન મળ્યું વગેરે વગેરે... આ બધી વાતોમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલનું મેદાન બાળકો જોઈ શકતા નથી અને રમતમાં ભાગ લઈ શકતા નથી તેથી બાળકોનો શારીરિક વિકાસ રૂંધાયેલો છે.

આપણા હાલનું ભારતનું સ્પોર્ટ્સનું સ્ટેટસ ખૂબ જ સરસ છે.2020ની ઓલમ્પિકમાં નીરજ ચોપરાએ ભાલાફેંકમાં પ્રથમ નંબર મેળવી દેશનું નામ રોશન કરેલ છે. તેમજ મીરાબાઈ ચારૂ(વેટલીફટીંગ), રવિકુમાર (કુસ્તી) તેમજ પી.વી.સિંધુ અને હોકીની ટીમે સારો એવો દેખાવ કરી સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે જે આપણા દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. દેશમાં મહિલાઓ અને પુરુષો બંને માટે રમત ગતવિધીઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણકે આ એક વ્યક્તિની શારિરીક,માનસિક,સ્વાસ્થ્ય,નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે. રમત નાગરિકોના ચારિત્ર અને સ્વાસ્થ્યના નિર્માણ દ્વારા રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરે છે. રમત મનુષ્યના કાર્ય કરવાની રીતમાં ગતિ અને સક્રિયતા લાવે છે રમત રમવાથી વ્યક્તિનું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આપણા ભારત દેશમાં કેટલાક રમતવીરોએ ઇતિહાસ રચ્યો છે. જેમકે... ઉડનપરીના નામથી પી.ટી.ઉષા, માસ્ટર બ્લાસ્ટરના નામથી સચિન તેંડુલકર અને હોકીના જાદૂગરના નામે મેજર ધ્યાનચંદ.

ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગષ્ટને ધ્યાનચંદના જન્મ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તેમની યાદમાં જ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાનચંદ હોકીના ખેલાડી હતા. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905માં અલ્હાબાદમાં થયો હતો. તેઓ એક સિપાહી હતા તેમને રમતમાં રસ હતો તેથી એક ક્ષેત્ર છોડી રમતમાં પ્રયાણ કર્યું તેમને પ્રથમ મેચમાં 3 ગોલ ઓલમ્પીકમાં 35 ગોલ અને ઈન્ટરનેશનલમાં 400 ગોલ. આમઓવરઓલ 1000 ગોલનો રેકોર્ડ કર્યો છે. તેમને ૧૯૫૬માં પદ્મવિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ઈ.સ. ૧૯૭૯માં મેજર ધ્યાનચંનાદ મૃત્યુ પછી ભારતીય ડાક વિભાગમાં તેમના સન્માન માટે પોસ્ટ ઓફિસમાં તેમનો સ્ટેમ્પ પણ બનાવવામાં આવ્યો હતો. તેમની શ્રધ્ધાંજલી માટે દિલ્લીના રાષ્ટ્રીય સ્ટેડિયમનું નામ પણ બદલી ને ધ્યાનચંદ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું. ધ્યાનચંદે પોતાના અદભુત ખેલ પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું હતું.

રાષ્ટ્રીય ખેલ દિવસ રાષ્ટ્રીય સ્થળે ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. આપણા રાષ્ટ્ર ભવનમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આપણા દેશના રાષ્ટ્રપતિ દેશનું નામ રોશન કરનાર ખેલાડીને રાષ્ટ્ર પુરસ્કાર આપે છે. આપણા દેશમાં નેશનલ સ્પોર્ટ્સમાં પદ્મવિભૂષણ એવોર્ડની સાથે સાથે અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી એવોર્ડ, ખેલ રત્ન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ જેવાં ઘણા પુરસ્કારો આપીને રમતવીરોને સન્માનિત કરવામ આવે છે. એવોર્ડની સાથે સાથે ધ્યાનચંદ એવોર્ડ પણ આ દિવસે રમતવીરોને આપવામાં આવે છે.

આ દિવસ મનાવવાનું મુખ્ય હેતુ નવ યુવાનોને ખેલ પ્રત્યે જાગૃત કરવાનો અને ભારત દેશનું નામ રમત-ગમત ક્ષેત્રમાં આગળ લાવવાનો છે. હાલ કોવિડ-૧૯ ના કારણે શાળાઓ બંધ હોવાથી શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ તેમજ વાલીઓના સાથ સહકારથી આઉટડોર અને ઇન્ડોર એક્ટીવીટી દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવાના હેતુથી રાષ્ટ્ર ખેલ નિમિતે બાળકોને આ દિવસની જાણકારી આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ રમતના વિડિઓ રજુ કરવામાં આવેલ છે.

1,552 views0 comments

Recent Posts

See All
bottom of page