gajeravidyabhavanguj
National Science Day
“હરેક કણ માં છુપાયેલું વિજ્ઞાન, માનવ પ્રાણી કે વનસ્પતિ વિજ્ઞાન,
ખગોળ, ભૂગોળ કે ગાણિતિક વિજ્ઞાન, ભૌતિક તાર્કિક કે રસાયણિક વિજ્ઞાન,
હકીકત કે વાસ્તવિકતામાં ગુંથાયેલું વિજ્ઞાન, મંગળયાન ચંદ્રયાન ની ગરિમાનું વિજ્ઞાન
ઈસરો ની કોશિશ ને સિદ્ધિનું વિજ્ઞાન, સી.વી.રામન ના ‘રામન ઈફેક્ટ’ નું વિજ્ઞાન.”

"આજ કા વિજ્ઞાન કલ કી તરક્કી હૈ"
એકવીસમી સદી એટલે જ્ઞાન અને વિજ્ઞાનની સદી.
ઈશ્વરે માનવીને બુદ્ધિ આપીને તેને બધાં પ્રાણીઓમાં સર્વોપરી બનાવ્યો છે. આદિકાળથી માનવીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અવનવી શોધો કરી. આજના સમયમાં વિશ્વ આખું વિજ્ઞાન ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે.
આધુનિક માનવ જીવન વિજ્ઞાન વગર પાંગળું છે. વિજ્ઞાનના સહારે માનવી પૃથ્વીના પેટાળથી લઈને અવકાશ સુધી પહોંચી ગયો છે. જ્યાં સુર્યના કિરણો પણ નથી પહોંચી શક્યા ત્યાં વૈજ્ઞાનિક શોધખોળ થકી માનવી પહોંચી શક્યો છે. જળ, સ્થળ, વાયુ અને અવકાશ દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન પ્રગતિ કરી ચૂક્યું છે અને અવિરત કાર્યરત છે. આજે સુખ સુવિધા, આરોગ્ય, પરિવહન, મનોરંજન, સંદેશાવ્યવહાર, ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, હવામાન જેવા દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનને ખૂબ જ પ્રગતિ કરી છે. નવા નવા સાધનો અને યંત્રો ના લીધે જીવન ખૂબ જ સરળ બની ગયું છે.
આપણે જાણીએ છીએ એમ અગ્નિ અને ચક્રની શોધ થી આદિમાનવના જીવનમાં પરિવર્તન આવ્યું હતું, જેથી આ બંને શોધને પાયા ની શોધ માનવામાં આવે છે. વિજ્ઞાનના તથ્યો અને સિદ્ધાંતો દ્વારા આપણી કલ્પનાઓને પાંખો આપવાનો શ્રેય આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોના ફાળે જાય છે. ભારતની ધરતી પર કેટલાય મહાન વૈજ્ઞાનિકોએ જન્મ લીધો છે. જેમને અવનવી શોધ કરીને વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. તેમના જ એક મહાન વૈજ્ઞાનિક એટલે ડૉ. સી.વી રામન ૨૮મી ફેબ્રુઆરીના રોજ તેમને "રમણ પ્રભાવ (કિરણો) ની શોધ કરી હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે ૨૮ મી ફેબ્રુઆરી ને "વિજ્ઞાન દિવસ" ના રૂપમાં મનાવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ એ છે કે આપણા દેશ માં આવનારી પેઢી વિજ્ઞાન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે અને દેશની તરક્કી થઈ શકે.

પરિવર્તનશીલ શિક્ષણ સાથે "વિજ્ઞાન ક્રાંતિના બીજાકુરણ" થાય એ હેતુથી અમારા બાલભવનમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો પ્રત્યક્ષ બતાવી તેની સમજ આપી હતી. બાળકોએ બધા જ પ્રયોગો ખૂબ જ ઉત્સાહથી નિહાળ્યા હતા.