top of page
  • Writer's picturegajeravidyabhavanguj

National Girl Child Day


ગજેરા વિદ્યાભવન બાળકોનાં સર્વાંગી વિકાસ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. એના એક ભાગરૂપે તા.02/02/2023 ને નેશનલ ગર્લ્સ ડે ના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગજેરા વિદ્યાભવન માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કિશોરાવસ્થા દરમિયાન દીકરીઓને ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર લેવા શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની જે હાલ ડોક્ટર છે. ડૉ. તૃષાબેન મિસ્ત્રી આવ્યા હતાં.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા તેઓએ કોશોરાવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક વિકાસનો તબક્કો હોવાથી જે શરીરમાં થતાં ફેરફારની વાત કરવામાં આવી હતી. તેમજ આ સમય દરમિયાન દીકરીઓને ઋતુકાળમાં પ્રવેશકાળ હોય છે. જેને કારણે ઘણી દીકરીઓને પેટમાં દુખાવો થાય છે. હિમોગ્લોબિન ઘટી જાય છે. આર્યનની ઉણપ વર્તાય છે. ઘણી વખત માસિક વધારે આવે છે. ઓછું આવે છે. આવા ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. તો આ પ્રશ્નો હલ કઈ રીતે લાવવો. તેમજ કિશોરાવસ્થા દરમિયાન યોગ્ય ખાન-પાન વિષે પણ માર્ગદર્શન આપેલું હતું.

આ ઉપરાંત બાળકની કિશોરાવસ્થા હોય તે સમયે લગભગ માતાનો મોનોપોઝ સમય દરમિયાન માતાના મનની સ્થિતિ કેવી હોય? તેના સ્વભાવમાં બદલાવ સતત ચિંતિત રહેતી હોય, ચીડિયાપણું હોય, આ બધું માર્ગદર્શન આપીને દીકરીઓને માતા સાથેનું વર્તન કેવું રાખવું તે પણ જણાવ્યું હતું.

આ રીતે તૃષાબહેને દીકરીઓને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સતાવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

70 views0 comments
bottom of page