gajeravidyabhavanguj
National Farmer's Day
“Let us salute all the farmers for all the hard work they put in to make sure that we never sleep hungry. Happy Farmers Day.”
23 ડિસેમ્બરે એટલે કિસાન દિવસ. ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ ના જન્મદિવસના રૂપમાં રાષ્ટ્રીય ખેડૂત દિન ઉજવવામાં આવે છે તેમનો જન્મ 23 ડિસેમ્બરે થયો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ઉત્તમ પ્રયત્નો કર્યા હતા.
આપણા આખા જીવનમાં ક્યારેક ક્યારેક જ ડોક્ટર,એન્જિનિયર કે વકીલ ની જરૂરિયાત પડે છે પરંતુ દરેક દિવસમાં ત્રણ વાર આપણને અનાજ પૂરું પાડનાર ખેડૂતની જરૂર તો આપણને આજીવન રહે છે. આપણે જાણીએ છીએ કે જેમ આત્મા વગર શરીર નકામું છે તેમ ખેડૂત વગરનું આપણું જીવન પણ નકામું છે. આ એક સત્ય હકીકત છે. આપણે આપણા જીવનમાં અત્યંત જરૂરી એવા અનાજની આશા ખેડૂતો વગર રાખી જ ન શકાય. માટે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે.
“ઉપરની છત ટપકતી હોય છે પોતાના કાચા ઘરની,
તો પણ ખેડૂત ભગવાન પાસે વરસાદ માટે પ્રાર્થના કરે છે”.
ખેડૂતએ માનવ જીવનનો આધારસ્તંભ છે. આવા ખેડૂતોનું માન-સન્માન જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયત્ન ગજેરા વિદ્યાભવનના ધોરણ 3 થી 5 નાના ભૂલકાઓએ કર્યો હતો. તેઓએ પોતાના ઘરેથી વિવિધ પ્રકારના અનાજ, કઠોળ શાકભાજી તથા ફળોનું નાના કુંડામાં વાવેતર કરીને ઉત્સાહપૂર્વક શાળામાં આવ્યા હતા. સાથે-સાથે નાસ્તામાં પણ ખેત ઉત્પાદનને લગતી વાનગીઓ લાવ્યા હતા.ખેડૂત પોતાની પ્રવૃત્તિઓ જેવી કે ખેડવું,વાવણી,પિયત, ખાતર,નીંદણ અને લણણી દ્વારા કઈ રીતે વિવિધ પાકો આપણા સુધી પહોંચાડે છે તેને ખેતર અને ખેડૂતના પાત્રો તૈયાર કરાવીને માહિતી આપી હતી.
ભારત એક ખેતીપ્રધાન દેશ છે.
દરેક મનુષ્ય પોતાના કરોડરજ્જુ વગર ઊભો નથી રહી શકતો તેવી જ રીતે ભારતમાં ખેડૂતોને આર્થિક વિકાસની કરોડરજ્જુ માનવામાં આવે છે. તો દરેક નાગરિકે અમારા ખેડૂતો અને તેમની મહેનતને પ્રોત્સાહન, મદદ અને સન્માન આપવું એ આપણું મહત્વનું કર્તવ્ય છે કારણ કે તેઓ માત્ર સૂર્ય ન આવે ત્યાં સુધી કામ કરતા નથી પરંતુ કામ પૂરું થાય ત્યાં સુધી કામ કરે છે.
અંતમાં ગજેરા વિદ્યાભવન નાના ભૂલકાઓ તથા ગજેરા શાળા પરિવારનો ખેડૂતોનો આદર સન્માન અને ભાવના માટેનો નાનકડો મેસેજ છે જે ધ્યાન પર લેજો.
“जब भोजन की थाली सामने आ जाए, तो भोजन के समय ईश्वर को हीनहीं उस महान किसानको धन्यवाद देना”|