top of page
  • Writer's picturegajeravidyabhavanguj

NATIONAL CONSUMER RIGHTS DAY.

Updated: Jan 16



24 ડિસેમ્બર એટલે “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” તા.24/12/2022 નાં રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ સંસ્થાનાં જજ શ્રીમતી રૂપલબેન બારોટ તથા ડિસ્ટીકટ એન્ડ સેસન્સ કોર્ટનાં એડવોકેટ શ્રીમતી હેતાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના ધ્વારા કરવામાં આવી. શાળાનાં આચાર્યશ્રીના વરદહસ્તે પુષ્પગુચ્છ ધ્વારા મુખ્ય મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન શ્રીમતી રૂપલબેન બારોટે તેમનાં વક્તવ્યમાં ગ્રાહકના અધિકારો, ગ્રાહકની ફરજો વિષે માહિતી આપી હતી. ઉપરાંત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ સંસ્થામાં આવતા ગ્રાહકોનાં અવનવા કેસ વિશેની માહિતી આપી વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અંગે પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમનાં અન્ય મહેમાન શ્રીમતી હેતાબેન દેસાઈએ પણ તેમનું વક્તવ્ય આપ્યું હતું. રૂપલબેને બાળકોને ગ્રાહકસુરક્ષા અંગેનાં કાયદાઓ વિષે માહિતી આપી હતી. ઉપરાંત રોજીંદા વ્યવહારમાં કોઈ ગ્રાહક સાથે છેતરપીંડી થાય તો તેમણે ડિસ્ટીકટ કોર્ટમાં કેવી ફરિયાદ રજૂ કરવી? પુરાવા રજુ કરવા? અને સાચો ન્યાય મેળવવો એ અંગેની સચોટ માહિતી આપી હતી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ એમને મુંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા. જેનું તેમણે સચોટ માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમનાં સંચાલક શિક્ષકશ્રી શૈલેષભાઈ પટેલ અને જીજ્ઞાસાબેને આભારવિધિ કરી હતી. તથા શાળાનાં આચાર્યશ્રીએ આવેલ મુખ્ય મહેમાનને સ્મૃતિભેટ આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

93 views0 comments

Recent Posts

See All
bottom of page