gajeravidyabhavanguj
Movement to United Nations Conference.
Updated: Jan 13

ગજેરા વિદ્યાભવન કતારગામનાં ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્રાણ ગજેરા વિદ્યાભવન ખાતે MUN (Movement to United Nations) કોન્ફરન્સમાં તા/30/12/2022 ના રોજ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનો વિષય ““COP27 સમીટ સફળ રહી કે અસફળ?” હતો. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ સક્રિયતાથી ઉત્સાહભર્યું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન, કતારગામના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતાં. ધો.8/CC નો વિદ્યાર્થી બળવાળીયા કીર્તન અને ધો.9/E નો વિદ્યાર્થી મોદી જય Best School માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જયારે ધો.9/F ની વિદ્યાર્થીની શાહ મિતાલીએ Best Positive Speaker માં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો હતો ઉપરાંત ધો.8/C નો વિદ્યાર્થી બળવાળીયા કીર્તને Best Negetive Speaker માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષક હેમંતભાઈ પરમાર તથા કિંજલબેન મોદીએ વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ શુભાષીશ પાઠવ્યા હતા.