top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Mother's Day

‘જીવનનો પહેલો શિક્ષક મા;

જિંદગીની પહેલી મિત્ર મા;

જિંદગી પણ મા અને ;

જીવન આપવાવાળી પણ મા.’

વિશ્વમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકનો માનવામાં આવેછે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ ચોક્કસ દિવસ નથી તેને યાદ કરવા માટે તો દરેક પળ હોય છે. પરંતુ વિશ્વભરની માતાઓને યાદમાં આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય.



મધર્સડે એટલે કે માતૃ દિવસ. આ દિવસ ઊજવવાની શરૂઆત અમેરિકામાંથી થઈ હોવાનું માનવામાં આવે છે.આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ. જાર્વિસને જાય છે. અમેરિકન કાર્યકર અન્ના જાર્વિસ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના માતૃપ્રેમ ના કારણે તેમને લગ્ન પણ કર્યા નહોતા. તેમની માતાના અવસાન પછી તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. તેમના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સનએ 9 મે, 1914 ના રોજ એક કાયદા તરીકે પસાર કર્યો. અને કાયદામાં લખ્યું છે કે મેના બીજા રવિવારે મધર્સડે ઉજવવામાં આવશે. આ દિવસ એ માતાઓનું સ્મરણ અને સન્માન કરવાનો વિશેષ દિવસ છે.

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! ,મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી!



બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોઈનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટુને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના દુઃખ ભોગવી પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે અવતરણ ન જ કરી હોય તો આપણું શું થાત? કોણે આટલો પ્રેમ લૂંટાઆવ્યો હતો માતાનું મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે સાચે જ જગતમાં સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગની મૂર્તિ બલિદાનની મૂર્તિ અને પ્રેમ ત્યાગની મૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

પરંતુ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો આપણને કેટલું સારું લાગે છે તો પ્રયત્ન કરો કે મધર્સ ડે પર માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે બહુ નાના કામ છે જેને કરવાથી મને ખૂબ સારું લાગશે મમ્મી આખો વર્ષ તમારી ખુશી નો ખ્યાલ રાખે છે આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુઓ તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે.



માતા દ્વારા આપેલ ઉપદેશોનું આપણા આદર્શ જીવનની રચના માં ઘણું મહત્વ છે કારણ કે નાનપણથી જ માતા પોતાના બાળકને સદાચાર સદગુણ અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવા જેવા મહત્વપૂર્ણ ઉપદેશો આપે છે.

ખરેખર માત્ર એક અક્ષર જ જેને કાનો લગાડી એટલે એક જીવંત શબ્દ બની જાય તે એટલે ' મા '. ' મા ' નું વાત્સલ્ય સાગરની વિશાળતા અને ઊંડાણ કરતાં પણ વધુ વીરાટ અને ગહેરું છે.

દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતા હોય છે. પરંતુ 'મા 'જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી. જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે.

એવું કહેવાય છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.' માતા જ્યારે બાળકને અભ્યાસ કરાવતી હોય ત્યારનું દ્રશ્ય કંઈક આલ્હાદક દેખાય છે. માતા પોતે ઓછું ભણેલી હોવાના કારણે વર્તમાનમાં જે પરિસ્થિતિ અનુભવે છે તેઓ તેનું બાળક ન અનુભવે તે માટે તેના જીવનને વધુ સારું બનાવવા માટેના પ્રયત્નો કરે છે.

બાળકના ઘડતરમાં શિક્ષક પહેલા મહત્વનું સ્થાન માતા હોય છે. માતા જો ધારે તો પોતાના બાળકની સારા સંસ્કાર અને જ્ઞાન આપીને તેને ભવિષ્યનું સારો નાગરિક બનાવી શકે છે. બાળક જો ખોટા રસ્તે જતો હોય તો માતા તેને સાચું જ્ઞાન કે ઉપદેશ આપીને ત્યાંથી પાછો વાળી શકે છે.



માતા અને બાળક વચ્ચે રમાતી અવનવી રમતમાં માતૃત્વની ઝલક દેખાય છે .તેના જેવું આલ્હાદક દ્રશ્ય બીજું કોઈ ના હોય શકે.

માતા બાળક સાથે રમત રમતી વખતે બાળક માં પોતાને જ જુએ છે. તેની સાથે તેની જ ઉંમરની બનીને રમવા લાગે છે. જાણે તેનું બાળપણ પાછું આવી ગયું હોય.

માતા અને બાળક વચ્ચે રમાતી ગેમ (રમત) બાળકના સ્મૃતિપટ પર એક વ્હાલની જેમ જીવનની દરેક સારી પળો તરીકે અંકિત થઈ રહે છે. જે બાળક અને માતા વચ્ચે ગાઢસબંધ જેવું કાર્ય કરે છે.અત્યારના કોરોના કાળમાં સૌથી મુશ્કેલ કામ છે,બાળકને ઘરમાં રાખીને તેને ખુશ અને તંદુરસ્ત રાખવું.

રમત દ્વારા બાળકનો માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે થઈ શકે છે.જેમા મમ્મી ની જવાબદારી અને ફરજ વધી જાય છે.મમ્મી ઘરમાં રહીને બાળકને અવનવી રમત રમાડી ને બાળક ને એકલો પડવા દેતી નથી. તે માટે દરેક માતાને વંદન.

શાળા તેમજ કોલેજો બંધ હોવાથી બાળકોને પોતાની માતા સાથે પૂરતો સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થયો છે .માતા ઘરમાં કેટલું કામ કરે છે તેનો અહેસાસ હવે બાળકોને થયો છે અને એટલા માટે બજારમાંથી ખરીદેલી ગિફ્ટ કરતા આ વખતે મધર્સ ડે ની ગિફ્ટ બાળકોએ પોતે બનાવી મમ્મીને ભેટ આપી છે તેમજ


પોતાની માતાને કુકિંગમાં મદદ કરીને કે ઘરના કામમાં જરૂરી સાથ આપી અનમોલ ગિફ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે..............

," हर रिश्ते में मिलावट देखी ,कच्चे रंगों की सजावट देखी, लेकिन सालों साल देखा है मां को, उसके चेहरे पर ना कभी थकावट देखी,

2,703 views0 comments
bottom of page