top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Morning Assembly


"ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,

ગુણતારા નિત ગાઈએ, થાય અમારા કામ"


શાળામાં સૌથી મહત્વનું જો કોઈ સેશન હોય તો તે છે 'પ્રાર્થના સંમેલન' એટલે કે મોર્નિગ એસેમ્બલી આપણી સામાજિક માન્યતા છે કે શરૂઆત ધમાકેદાર તો સફળતા પણ દમદાર. તેથી જ શાળાની સવાર પ્રાર્થના દ્વારા કરવામાં આવે છે. પ્રાર્થના આપણા મનને હળવું કરવાની કવાયત છે. જયારે સંગીત આપણા મન અને તનને સ્ફૂર્તિલું બનાવે છે.


બાળકમાં રહેલી ઉદાસીનતા દુર થાય અને બાળક શાળાના વાતાવરણ સાથે એકરૂપ બને અને સંગીત સહિતની ટૂંકી ધૂન દ્વારા શાળા પરિવારમાં સ્ફૂર્તિનો સંચાર થાય તેમજ બાળક સમુહમાં ચર્ચા અને કાર્ય કરતા શીખે. યોગિક ક્રિયાઓ બાળકના માનસિક, શારીરિક અને બૌધિક ક્રિયાઓ બાળકના માનસિક, શારીરિક અને બૌધિક વિકાસને ગતિશીલ બનાવે છે. જેનો સીધો ફાયદો આપણને આપણા વર્ગખંડમાં મળે છે.

આમ, સ્થિરતા, એકાગ્રતા, લયબદ્ધતા, શિસ્ત વગેરે તમામ ગુણો શાળાની શાળાની મોર્નિંગ એસેમ્બલીમાં જોવા મળે છે. તેથી જ અમારી શાળામાં પ્રાર્થના સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સભાનું બાળકોને હળવી કસરત, શ્લોક, પ્રાર્થના, ધૂન ગવડાવી ત્યારબાદ લાફ્ટર યોગા કરાવવામાં આવ્યા હતા.

બાળકોને શિક્ષકોએ વિવિધ પત્રો દ્વારા બિકણ સસલીની વાર્તા, નાટ્યકૃતિ દ્વારા રજુ કરી હતી. બાળકોએ અભિનયગીત અને જોડકણાંની મજા માણી. બધા જ બાળકોને ખુબ જ ઉત્સાહ સાથે મોર્નિંગ એસેમ્બલીમાં ભાગ લીધો હતો.

189 views0 comments
bottom of page