gajeravidyabhavanguj
National Mathematics Day

ગણિતના જુદા જુદા પરિણામોમાં મહત્વનું યોગદાન આપનાર રામાનુજન નો જન્મ 22 ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ચેન્નઇમાં થયો હતો. ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી. તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.
શ્રી નિવાસનને એમના પિતાએ ઇરોડની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો. શ્રીનિવાસનને બીજા વિષયોમાં બહુ રસ પડ્યો ન હતો. પણ શરૂઆતથી જ ગણિત પ્રત્યે મને લગાવ હતો. ગણિતના વિષયમાં તેઓ તેજસ્વી હોવાને કારણે એમને શિષ્યવૃત્તિ મળી અને કુમ્બકી નામની હાઇસ્કુલમાં પ્રવેશ મળ્યો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી રામાનુજનની પ્રખ્યાત ગણિતશાસ્ત્રી તરીકે દેશ-પરદેશમાં ફેલાઇ ગઇ અને ઈ.સ.૧૯૧૮માં ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીમાં તેમને ‘ફેલો’ તરીકે નિયુક્ત કરાયા તબિયત નાદુરસ્ત રહેતા તેઓ ઈ.સ 1918માં ભારત પરત ફર્યા. 26 એપ્રિલ, ૧૯૨૦ના રોજ મહાન ગણિતશાસ્ત્રીનું અવસાન થયું. વર્ષ 2012 થી 22 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું.


ગણિત એ માત્ર સ્કૂલ કોલેજનો જ વિષય છે એવું થોડું છે? વાસ્તવમાં એ આપણી રોજિંદા જીવનનું અભિન્ન અંગ છે. ટેક્નિકલ યુગમાં તો હવે ડગલેને પગલે સૌ કોઈને ગણિત ની જરૂર પડે છે. તેથી ગણિતનું જ્ઞાન અનિવાર્ય છે.

તેની ઉજવણીના ભાગરૂપે ધોરણ-૫ થી ૭ ના વિદ્યાર્થીઓએ મોડેલ બનાવવામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ ધોરણ-7 ના દરેક વિદ્યાર્થીઓને મોડલ અંગેની સમજૂતી આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન ઉત્સાહ પૂર્વક નિહાળ્યો હતો.