gajeravidyabhavanguj
“MATH IS SOMETIMES CALLED THE SCIENCE OF PATTERNS”
“Doing mathematics should always mean finding patterns and crafting beautiful and meaningful explanations”
ગણિત માત્ર આકૃતિઓ અને સંખ્યાઓ સુધી સીમિત નથી. પરંતુ વિચારવાનો અને સમજવાનો એક રસ્તો છે. તે બાળકોનાં અનુભવો અને જ્ઞાન નું અભિન્ન અંગ છે.
ઘણી બધી અન્ય ક્ષમતાઓની સાથે સાથે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સ્વતંત્ર અને વિવેચનાત્મક વિચારક બનાવવામાં સહાયતા કરવાનો છે.
બાળકોના અનુભવ, ચર્ચાઓ, અને શોધ-ખોળ ગાણિતિક જ્ઞાનના સર્જનનો મુખ્ય આધાર છે. એટલા માટે અલગ-અલગ પ્રવૃત્તિઓના વધુમાં વધુ અનુભવ વર્ગખંડમાં આપવા યોગ્ય છે.

જેમાં આજ રોજ આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-૧માં પ્રકરણ-૧૦ પેટર્નની Pattern Game દ્વારા ક્લાસ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. જેમાં બાળકો એ અલગ-અલગ પેટર્ન ની આકૃતિઓ દિવાસળી અને ઢાંકણ દ્વારા બનાવી, જેનો મુખ્ય હેતુ પેટર્નની સમજ બાળકોમાં સંબંધોને જોવામાં, જોડીને શોધવામાં અને પરિણામ કાઢવામાં, સામાન્ય નિયમ તારવવામાં અને ભવિષ્યની સૂચના આપવામાં મદદ થાય છે. પેટર્નને લીધે બાળકોમાં ચિત્રો બનાવવાની સમજ પણ વિકસે છે. પેટર્નની સમજ આવા ગાણિતિક વિચાર વિકસિત કરવા મદદરૂપ થાય છે. જે બાળકોને વિચારક બનાવવામાં અને સમસ્યા ઉકેલવામાં નિપુણ બનાવે છે.