gajeravidyabhavanguj
Maker's Day Celebration
ગજેરા વિદ્યાભવન દ્વારા બાળકોને સર્વાંગી શિક્ષણ થકી આવનારા પડકારોને ઝીલી શકે તે માટે તૈયાર કરે છે, તે અંતર્ગત દર વર્ષે સુનીતા મેકર્સ સ્પેસ નું આયોજન કરવામાં આવે છે,જેમાં મહેમાન તરીકે નોર્થ ઝોન વિભાગના આસિસ્ટન્ટ કમિશનરશ્રી આર. એમ . ગામીત સર, શાળા ના ટ્રસ્ટી તેમજ નિર્ણાયક તરીકે વિવિધ શાળા કોલેજના આચાર્ય – શિક્ષકો આવ્યા હતા .જેમાં વિદ્યાર્થીઓ પોતાની શક્તિઓને ઉચ્ચતમ સ્થાને લઇ જઈ શકે અને પોતાની આવડત કળા ને બહાર લાવી શકે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
વિદ્યાર્થીઓને વિવિધ કક્ષા પ્રમાણે ચાર ઝોને માં (Innovation , Creativity , Synergy , Social) વહેચી વિદ્યાર્થીઓની વિષય અનુરૂપ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કળાને પ્રદર્શિત કરી હતી. આ સ્પર્ધાઓ સાંપ્રત સમયના સૌથી અગત્યનો મુદ્દો એટલે કે જેની જરૂરિયાત છે , “Mother Nature” પર આધારિત છે. જેથી બાળકો નાનપણ થી જ પર્યાવરણ નું જતન કરતા શીખે અને તે અંગે જાગૃત થાય. મેકર્સ ડે દ્વારા યોજાયેલ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ખુબ સરસ પ્રયત્નો કરી મેકર્સ ડે ને સફળ બનાવ્યો હતો.