top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Make fitness a habit

જૂની કહેવત છે પહેલું સુખ, નિરોગી કાયા.


જો આપણી કાયા એટલે શરીર સ્વસ્થ રહેશે, ત્યારે જ આપણને બધા સુખ મળી શકે છે. જો શરીર બીમાર થશે તો ખાનપાન અને અન્ય સુખ-સુવિધાઓનો લાભ મળી શકશે નહીં. એટલે શરીરને સ્વસ્થ જાળવી રાખવા માટે સતત કોશિશ કરતાં રહેવું જોઇએ. નિરોગી કાયા માટે નિયમિત રૂપથી કસરત કરવી જોઇએ. યોગ-ધ્યાનની મદદથી જ આપણે બીમારીઓથી બચી શકીએ છીએ. આ પોઝિટિવ વિચારધારા ને અનુરૂપ આપણી શાળા ગજેરા વિદ્યાભવનના બાળકોને હળવી કસરત કરાવવામાં આવી હતી. કસરત માત્ર બાળકોને કે વડીલોને જ ઉપયોગી છે એવું નથી પરંતુ દરેક વ્યક્તિએ પોતાને સ્વસ્થ રહેવા માટે કસરત ની જરૂર પડે છે. ઘણીવાર કસરત દ્વારા કોઈ બીમાર વ્યક્તિ પણ પોતાની બીમારીમાંથી મુક્તિ મેળવી શકે છે.કસરત કરવાથી નીરોગી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, તાકાત અને સુખ મળે છે, સારા સ્વાસ્થ્યથી જ બધા કામ પૂર્ણ થાય છે. પોઝિટિવ વિચાર સાથે આપણે દરેક મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ, એટલે હંમેશાં સારું વિચારવું જોઇએ. ઘણા લોકોને મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ આ કસરત શું કામ કરવી? ખાઓ, પીઓ અને મજા કરો! દુર્ભાગ્યે આવા લોકો જ લાંબા ગાળે બેઠાડુ જીવન અને ઈનેક્ટિવ લાઈફને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગનો ભોગ બનતા હોય છે.રોજ માત્ર અડધો કલાક કસરત કરવાના અઢળક સ્વાસ્થ્ય લાભ છે. પણ આળસ અને સમયના અભાવને કારણે લોકો કસરત કરવાનું ટાળતાં હોય છે. નિયમિત કસરત કરવાથી અકાળે થતા મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન)માંથી મુક્ત થઈ શકે છે.બધી ઉંમરના લોકોએ કસરત કરવી જ જોઈએ.કસરત કરવાના ફાયદાઓ: કસરત કરવાથી બોડીમાં ડોપામાઈન, એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ બને છે. જે મૂડ સારો રાખે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે.

-હાઈબ્લડપ્રેશર થતું અટકાવવામાં અને વધી ગયેલ બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં સહાય મળે છે.

-કસરત કરવાથી પરસેવાની સાથે બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને સ્કિન પોર્સ ખુલી જાય છે. જેનાથી સ્કિન ગ્લો કરે છે અને રંગ નિખરે છે.

-ઉંમર વધવાની સાથે મસલ્સ નબળાં થવા લાગે છે. જો રેગ્યુલર કસરત કરવામાં આવે તો મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.

-કસરત કરવાથી હાડકાં અને મસલ્સ સ્ટ્રોન્ગ બને છે. યોગ્ય પોશ્ચરમાં રહેવાથી બોડી સ્લિમ લાગે છે અને કરોડરજ્જૂ સીધું રહે છે. જેનાથી આપણી લંબાઈ વધુ દેખાય છે.

-સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ, સાંધાઓ, ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે. રેગ્યુલર કસરત કરવાથી બોડી પેઈન દૂર થાય છે.

-કસરત કરવાથી બ્રેન એક્ટિવ બને છે. જેનાથી આખો દિવસ એનર્જી મળે છે. રોજ 30 મિનિટ કસરત કરવાથી મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ ઈમ્પ્રૂવ થાય છે.

-રેગ્યુલર કસરત કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સુધરે છે. જેનાથી કેલરી બર્ન કરવામાં અને ડાઈજેશન સુધારવામાં મદદ મળે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે.

-કસરત કરવાથી બોડી ફંક્શન સુધરે છે. તેનાથી વધતી ઉંમરની સાથે થતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને આપણે લાંબા સમય સુધી હેલ્ધી અને યંગ રહી શકીએ છીએ.

-કસરત દરમ્યાન બ્લડ ફ્લો તેજ થઈ જાય છે અને કસરત બાદ સ્લો થઈ જાય છે. આનાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

-રોજ કસરત કરવાથી સારી અને ગાઢ ઉંઘ આવે છે.

કસરતના માનસિક ફાયદાઓ :

-નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મુક્ત થઈ શકે છે.

-કસરતથી આત્મવિશ્વાસ વધતો જાય છે.

-મનની શાંતિ અને પ્રફુલ્લિતતા જળવાઈ રહે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

-વિદ્યાર્થી મિત્રો,આપણા જેવા નાના બાળકોને કસરત કરવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે આપણી યાદ શક્તિ વધે છે , એકાગ્રતા કેળવી શકાય છે, હાથની હળવી કસરતો દ્વારા આપણે સારા અક્ષરો પણ કરી શકીએ છીએ. આંખોના નંબર પણ ઘટાડી શકાય છે.

-કસરતની જગ્યાએ તમે સ્ટ્રેચિંગ અને જોગિંગ પણ કરી શકો છો. તેનાથી પણ લાભ મેળવી શકાય છે.


एक तरह का व्यायाम है योगा,

इससे हमेशा लाभ ही होगा।


558 views0 comments
bottom of page