gajeravidyabhavanguj
Live Virtual Class by Latest Digital Technology

શાળાઓમાં આજે ઈન્ટરનેટના માધ્યમથી મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર દ્વારા ઓનલાઇન પધ્ધતિથી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. શાળાઓ આજે આધુનિક બની રહી છે. દીવાલ પરના બ્લેકબોર્ડનું સ્થાન આજે ગ્રીનબોર્ડ અને કોમ્યુટરની LED સ્ક્રીને લીધું છે. ડીજીટલ
ટેકનોલોજી, ઓનલાઈન શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવવા માટેનું મહત્વનું કૌશલ્ય બની ગયું છે.

ગજેરા ટ્રસ્ટ બાળકોના સર્વાગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં માને છે તે બાળકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તમામ સુવિધાઓ આપવામાં સદા અગ્રેસર રહે છે. શિક્ષણની આવતીકાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના પાયા પર ચણાશે તેમા બે મત નથી અને એના માટે શિક્ષકોએ અને

બાળકોએ અત્યારથી જ સજ્જ રહેવું પડશે. સમયની માંગ અનુસાર ગજેરા વિદ્યાભવનમાં મલ્ટીમિડિયા સ્ટુડિયો નું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ વધુ અસરકારક થાય એ હેતુથી શાળાના સાઉન્ડ સ્ટુડિયો માંથી શિક્ષકોએ વર્ચ્ચુઅલ શિક્ષણ આપ્યું હતું. આ નવતર પ્રયાસથી બાળકો અને વાલીશ્રીઓ ખુબ પ્રભાવિત થયાં હતા.