top of page
  • Writer's picturegajeravidyabhavanguj

" Keep calm and drink milk "

1 જુન ને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં એવા પોષક તત્વો જોવા મળે છે.જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગીનથી.પરંતુ તે આપણા શરીરની સૌથી મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.દૂધના મહત્વને ધ્યાનમાં રાખીનેસંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનને આ દિવસનીઉજવણી શરૂ કરી હતી.લોકો દૂધ અને દૂધની બનાવટોનું મહત્વ સમજે અને તેનો ઉપયોગ કરે તે હેતુથીઆ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2001 માં વિશ્વમાં પ્રથમ વખત વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક દેશોએ ભાગ લીધો હતો.ત્યારબાદ યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા 1 જૂન 2001 ના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે.જેના પર દૂધના પોષક તત્વો વિશેનીમાહિતી આપવામાં આવે છે.સાથે જ લોકોને તેના મહત્વ વિશે જણાવવામાં આવે છે.



દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ,વિટામીન એ,વિટામીન B12, વિટામીન B, ફોસ્ફરસ,પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. દૂધના સેવનથી ન માત્ર હાડકાં અને દાંત મજબૂત થઈ શકે છે પરંતુ તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે અને ઇમ્યુનિટી વધારી શકાય છે અને ત્વચાની ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

દૂધનું મહત્વ સમજાવવા અને આહારમાં દૂધને સામેલ કરી જાગૃતિલાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.તેનો ઉદ્દેશ છે કે દૂધને વૈશ્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે વિશ્વમાં આ દેખીતું ઉદાહરણછે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે માતાના દૂધનું જ સેવન કરીને પોતાના શરીરનો અને મગજનો સારો એવો વિકાસ કરે છે જે આપણે વર્ષોથી જાણીએ છીએ.માતાનું દૂધ તો બાળક માટે અમૃત સમાન છે.

Drink healthy, live healthy

97 views0 comments
bottom of page