top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Junior’s Makers Day Prize Distribution-2021

"જીંદગી કી અસલી ઉડાન બાકી હૈ,

જીંદગી કે કઈ ઈમ્તિહાન અભી બાકી હૈ,

અભી તો માપી હૈ હમને મુઠ્ઠી ભર જમીન,

અભી તો સારા આસમાન બાકી હૈ..."

'મનગમતી પ્રવૃત્તિનો ઉચિત અભિગમ એટલે અમારું બાલભવન.’

પ્રત્યેક બાળકમાં રહેલી પૂર્ણતાને ઓળખી અને તેનું પ્રગતીકરણની પ્રક્રિયાને આપણે શિક્ષણ કહીએ છીએ. બાળકની અસીમતા, વિશેષતાને અનન્યતા જેમ જેમ છતી થાય છે તેમ તેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.

દરેક બાળકમાં પોતાની ઓળખ ઊભી કરવાની ક્ષમતા રહેલી હોય છે,તેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જેમાં અમારું ગજેરા બાલભવન સતત પ્રયત્નશીલ રહ્યું છે. બાળકમાં છુપાયેલી આ ક્ષમતાનો નિખાર લાવવાનું અને બાળક પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધી શકે અને પોતાની પ્રતિભાને મંચસ્થ કરી શકે એ માટે ૧૨ મી ઓક્ટોબરના રોજ દર વર્ષે ‘મેકર્સ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે એમ આ વર્ષે “જુનીયર મેકર્સ ડે” ની ઉજવણી ‘મધર નેચર’ ના થીમ પર કરવામાં આવી હતી.

જેમાં THE ART OF FASHION, CLAY MODELING, NATURE MELODY, TRASH TO TRASURE, GREEN ART તેમજ JUNIOR'S ECO STARTUPS જેવી સ્પર્ધામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આગવી શૈલીમાં પર્યાવરણને બચાવવા માટે ખુબ જ સુંદર સંદેશ આપ્યો હતો.

“મંઝીલે ઉનકો મિલતી હૈ, જિનકે સપનો મે જાન હોતી હૈ,

સિર્ફ પંખો સે કુછ નહિ હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ”

આ સ્પર્ધામાં પોતાની આગવી કલા દર્શાવી વિજેતા થનાર બાળકોને તેમનાં પર્ફોમન્સને આધારે પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો ને તેમને સર્ટીફીકેટ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ જ્ઞાનમ કાર્યક્રમ અંતર્ગત સર્ટીફીકેટ અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોની સાથે વાલીશ્રીઓ તેમજ જુદી જુદી શાખાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

“રખો ભરોસા અપની મહેનત પર, ના કી અપની કિસ્મત પર,

સપનો કી તૈયારી પૂરી રખો, ફિર સફલતા કા સ્વાદ ચખો.”




465 views0 comments
bottom of page