gajeravidyabhavanguj
JUNIOR'S MAKERS DAY-2021
“યે હવા, યે જમી, યે આસમા હે અપના, બરસતે મેઘા કી બુંદે ભી હે અપની, હરીયાલી ધરતી પર પત્તો કા હાર, ગોદી મે ખેલતી હૈ નદીયા હજાર, પ્રકૃતિ કે હાથ રહે નર, વન, પશું—પંખી ગણ...”

માનવી જન્મના પ્રથમ શ્વાસની સાથે જ પ્રકૃતિ સાથે જોડાય જાય છે. તેની દરેક જરૂરીયાત પ્રકૃતિ પર આધાર રાખે છે. પરંતુ આજે માનવીની સ્વાર્થ વૃતિ, આધુનિકીકરણની આંધળી દોડે તેનું નિકંદન વાળી દીધું છે. ધરતીથી આકાશ સુધી આજે પ્રદુષણે પગપેસારો કરી દીધો છે.
હુન્નર અને કળા એ માનવીને ઈશ્વર તરફથી મળેલ બક્ષીસ છે. બસ જરૂર છે તેમને યોગ્ય રીતે મંચસ્થ કરવું. અમારા ગજેરા બાલભવનમાં નાના નાના બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા “જુનીયર મેકર્સ ડે” ની ઉજવણી ‘મધર નેચર’ ના શીર્ષક હેઠળ કરવામાં આવી હતી. જેમાં THE ART OF FASHION, CLAY MODELING, NATURE MELODY, TRASH TO TRASURE, GREEN ART તેમજ JUNIOR'S ECO STARTUPS જેવી સ્પર્ધામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આગવી શૈલીમાં પર્યાવરણને બચાવવા માટે ખુબ જ સુંદર સંદેશ આપ્યો હતો તો આવા બાળકો થકી શરુ કરેલા આ ભગીરથ પ્રયાસમાં આપણે પણ જોડાઈ આ સંદેશને સમાજ સુધી પહોંચાડીએ અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરીએ.
“પ્રકૃતિને જાણ તું પ્રકૃતિને માણ તું, થા કોઈ દિવસ પ્રકૃતિનો મહેમાન તું,
પ્રકૃતિના ધબકારને જયારે જાણીશ તું, ત્યારે જ પોતાની ઓળખાણ પામીશ તું.”
હરિયાળી અને સ્વચ્છ પૃથ્વી માટે પગલાં લેવાનો આ ઉચ્ચ સમય છે. આપણી માં પ્રકૃતિને નુકશાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરવાની જરૂર છે. મજબુત અને ટકાઉ વિશ્વનું સર્જન કરવું એ આજની પેઢી માટે ખુબ જ મહત્વનું છે. જે વધુ મોટા પડકારોનો સામનો કરી શકે છે. તેથી જ અમે માનીએ છીએ કે સ્થિરતા અને નવીનીકરણીય ઉર્જા ભવિષ્ય છે. ટકાઉ પર્યાવરણ તરફ ક્રિયાના ભાગરૂપે, સુનિતા મેકરસ્પેસ 'માઁ પ્રકૃતિ' થીમ હેઠળ "મેકર્સ ડે" ૨૦૨૧-૨૨ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે જેમાં બાળકોની વય મર્યાદા ૩ થી ૬ વર્ષની રહેશે.

THE ART OF FASHION
આ સ્પર્ધામાં બાળકે ઘરની કોઇપણ વસ્તુનો ઉપયોગ કરીને પ્રાકૃતિક દ્રશ્ય બનાવ્યા હતા. આ સ્પર્ધામાં બાળકોની પર્યાવરણના નિરીક્ષણ દ્વારા ઇન્દ્રિયોને સતેજ બનાવે છે. બાળકો ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરી પોતાની સર્જનાત્મકતા વિકસાવી હતી.

CLAY MODELING
આ સ્પર્ધામાં બાળકો કુદરતી માટીનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુ બનાવી અને કુદરતી વસ્તુનો ઉપયોગ કરીને સજાવટ કરી. (શંખ, પથ્થર, ડાળીઓ, ફૂલ, બીજ વગેરે..) આ સ્પર્ધામાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય. બાળક પ્રકૃતિ સાથે જોડાયેલા રહે તેમજ પ્રકૃતિને ખુબ નજીકથી જાણી અને માણી શકે.

NATURE MELODY
આ સ્પર્ધામાં બાળકોએ પોતાની આગવી શૈલીમાં પ્રકૃતિને લગતા ગીત રજુ કર્યા. જેમાં બાળકોએ હાથથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી સંગીતના સાધનો અથવા કુદરતી વસ્તુનો ઉપયોગ કર્યો હતો. આ સ્પર્ધાથી બાળકોમાં વકૃત્વ કુશળતાનો વિકાસ થાય છે.

TRASH TO TREASURE
આ સ્પર્ધામાં બાળકો નકામી વસ્તુનો ઉપયોગ કરીને ઉપયોગી વસ્તુ બનાવી હતી. જેમ કે, પેન સ્ટેન્ડ, રમકડું, સંગીતના સાધનો, શોપીસ, વગેરે... આ સ્પર્ધાથી બાળકો પ્રકૃતિના બિનઉપયોગી સંસાધનો દ્વારા નવી વસ્તુ બનાવી પોતાની ક્ષમતાને વિકસાવે છે સાથે જ બાળકોમાં પ્રકૃતિના સંરક્ષણની જવાબદારીની ભાવના વિકસે છે.

GREEN ART
આ સ્પર્ધામાં બાળકોએ પર્યાવરણને અનુરૂપ બિનજરૂરી અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી કલાકૃતિ તૈયાર કરી હતી. (બીટ, પાલક, હળદર, દાડમ, ચૂનો, ગેરુ, વગેરે નો ઉપયોગ કરી કુદરતી રંગો બનાવશે.)

JUNIOR'S ECO STARTUPS
આ સ્પર્ધામાં બાળકો ટકાઉ અને નેચરને લગતા વ્યવસાય વિષે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લઈ બાળકો નાના નાના વ્યવસાય કેવી રીતે કરવા તેનો ખ્યાલ મેળવે છે. બાળકો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે અને તેનું મહત્વ સમજે સાથે જ નેચર પ્રત્યેની પોતાની જવાબદારી સમજે.
આમ, આ સ્પર્ધામાં દરેક બાળકે ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.