gajeravidyabhavanguj
JEE, NEET ની પૂર્વ તૈયારી.

સાયન્સ JEE, NEET અંગે ધો-10 નાં વિદ્યાર્થીઓને સેમિનાર ધોરણ-10 નાં વિદ્યાર્થીઓને ધો-10 પછી શું? તે પ્રશ્ન હંમેશા સતાવતો હોય છે. તેમણે જરૂરી માર્ગદર્શનની જરૂર હોય છે. વિદ્યાર્થીઓને ક્યાં વિષયમાં રસ છે તે બાબતોને બરાબર સમજીને જો કોઈ ફિલ્ડ પસંદ કરવામાં આવે તો બાળક સરસ રીતે અભ્યાસ કરી શકે છે આ બાબતને આધારે વિજ્ઞાન પ્રવાહમાં બાળકોને જે મુંજવણ હતી તેનાં ઉકેલ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ-1 અને ગ્રુપ-2 ની વિગતે રજૂઆત આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી હતી આ દરેક ગ્રુપ માટે લેવાતી પ્રવેશ પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતમાં કઈ કઈ કોલેજો ટોપ લેવલની છે અને તેની કેટલી શીટ હોય છે સારી કોલેજોમાં એડમીશન લેવા માટે કેવા પ્રકારની મહેનત કરવી પડે આ બધી જ બાબતોની ખુબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આપણી શાળામાં પણ આવતાં વર્ષે ધો-12 સાયન્સમાં ગુજરાત બોર્ડની સાથે સાથે JEE ANE NEET NI પરીક્ષાઓ પૂરેપૂરી તૈયારી વર્ષોનાં અનુભવી અને ખુબ જ નામાંકિત સંસ્થામાં ભણાવતાં શિક્ષકો દ્વારા ખુબ જ ઓછી ફી માં પૂરું પાડવામાં આવશે તથા બાળકોને જરૂરી સ્કોલરશીપ પણ આપવામાં આવશે જેથી બાળકો ઓછી ફી માં સારામાં સારા શિક્ષક પાસે આ પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓ સારી રીતે ફૂલ ડે સ્કુલમાં રહીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે બાળકોનો અભ્યાસ ન બગડે અને અત્યારે બોર્ડની પરીક્ષામાં પણ સારું પર્ફોમન્સ આપી શકે તે માટે આ નામાંકિત શિક્ષકો દ્વારા રીવીઝન કરાવવામાં આવે છે.
આમ, આવતા વર્ષથી ધો-8 થી 10 માં સ્પેશીયલ સાયન્સ માટે ફાઉન્ડેશન કોર્ષ અને ધો-11 & 12 સાયન્સ માટે ગુજરાત બોર્ડની સાથે સાથે JEE અને NEET ની તૈયારી પૂરે પૂરી કરાવવામાં આવશે અને વિદ્યાર્થીઓનું ફ્યુચર બ્રાઈટ બને તેવા પ્રયત્નો પહેલેથી જ કરવામાં આવશે આ બાબતોને અવગત કરીને વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી હવે પછી તેમનાં વાલીઓ સાથે મળીને સાયન્સ ક્ષેત્રમાં ખુબ જ સારું કામ થાય તેવા પ્રયાસો ચાલુ છે અને તેમાં તમામ વિદ્યાર્થીઓ હંમેશા સફળ થાય તેવી ભગવાનને પ્રાર્થના અને આ સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલબેન ગજેરાની શુભેચ્છા.