top of page

INVESTITURE CEREMONY-2022-23

Updated: Jul 30, 2022

ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન દ્વારા તારીખ 29-07-2022 ને શુકવારના રોજ ‘પ્રતિનિધિ મંડળ’નો સન્માનિત સમારોહ યોજવામાં આવ્યો હતો.

સારી વ્યવસ્થાપન જળવાય તે માટે પ્રતિનિધિ મંડળ હોવું જરૂરી છે. પ્રતિનિધિનુંમહત્વ આપણા સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. એક સફળ પ્રતિનિધિ રાષ્ટ્રનું પણ સંચાલન વ્યવસ્થિત કરી શકે છે. તેનો પાયો બાળપણથી જ નાખવો રહ્યો. તેથી ગજેરા વિદ્યાભવનમાંઆજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં જુદા જુદા કાર્ય માટે પ્રતિનિધિ પસંદ કરી, વિદ્યાર્થીને સમાન હોદ્દો આપવામાં આવ્યો.



શાળા દ્વારા આપવામાં આવેલ આ જવાબદારી નો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ કૌશલ્ય અને કળાનો વિકાસ કરવાનો છે. આ જવાબદારી દ્વારા બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને સંકલન, શિસ્તબદ્ધતા વગેરે કળાનો સંચાર થાય અને શાળાના અભ્યાસ પછી પણ આ કળા તેમના જીવનમાં ઉપયોગી નીવડે તે હેતુ થી વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી હતી. આ સમારોહમાં માટે બાળકોને પૂરું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સમારોહમાં વાલીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શાળા દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને પોલીસ હેડ ક્વાર્ટર એ.સી.પી,શ્રી એમ.કે રાણા સાહેબ ,દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડનાં આઈ.પી શ્રી સી.કે.ચૌધરી સાહેબ, .આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ ડૉ.પ્રતિભા વોરા, રાઠોડ સાહેબ તેમજ શાળાનાટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા, જયેશભાઈ પટેલ, ગુલાબમેમ તેમજ અન્ય વિભાગના આચાર્યશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક પ્રતિનિધીએ પોતાને સોપવામાં આવેલ હોદ્દાનો કાર્યભાર નિષ્ઠાપૂર્વક નિભાવી સમગ્ર વર્ષ દરમ્યાન શાળાની કામગીરીની જવાબદારી તટસ્થતાપૂર્વક નિભાવી સંકલન કરવાના શપથ લીધા હતા.

469 views0 comments
bottom of page