top of page
  • Writer's picturegajeravidyabhavanguj

International Women's Day

"તારા પ્રયત્નોને મળવા દે

સફળતાની સોનેરી કિનાર,

લક્ષ લક્ષ દીવાથી પ્રકાશિત કર

તારો સંસાર

કર્તવ્ય અને સામર્થ્યની ઓઢીલે

નવી ઝાલર

સ્ત્રી શક્તિનો થવા દે

ફરી એક વાર જાગર"

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું’ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરમ્પરાની શરૂઆત ક્યારથી થઇ?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909 માં ઉજવવામાં આવ્યો.ત્યાર બાદ આ દિવસને ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપી.પછી તો દુનિયાભરમાં આ દિવસને ઉત્સાહ પૂર્વક ઉજવવાની શરૂઆત થઇ. આ દિવસને ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રસંશા અને તેમના પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે જેમણે આર્થિક, રાજનીતિક અને સામાજિક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધીઓ મેળવી છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્સનો ઉલ્લેખ કરતા તેમની .

જે પ્રકારની આઝાદી અને ઉત્સુકતા આજની નારીમાં જોવા મળે છે. આવું 10-20 કે 50 વર્ષ પહેલા ન હતું. મહિલાઓ એ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે. જેની પાછળ અથાગ પરિશ્રમ અને સંઘર્સની દાસ્તાન છે.આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરુષોની તુલનામાં બિલકુલ ઓછી ઉતરતી નથી ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી star પર અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં પુરુષોનું પૂર્ણ સમર્થન મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન,કતારગામ માં મહિલા શિક્ષિકાઓ માટે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં દરેક બહેનો નું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને તેમના માટે રમત અને ગીતો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું .તેમજ ફોટો કાર્ડ દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું હતું.

“कोई भी देश यश के शिखर पर

तब तक नहीं पहुच शकता

जब तक उनकी महिलाएँ

कंधे से कन्धा मिला कर न चले| “

279 views0 comments
bottom of page