top of page
  • Writer's picturegajeravidyabhavanguj

INTERNATIONAL HIV DAY


આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.30/11/22 બુધવારનાં રોજ આંતરરાષ્ટ્રીય એઈડસ દિવસ 1988 થી દર વર્ષે 1 ડીસેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. એ આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે એચ.આઈ.વી ચેપના ફેલાવાને કારણે થતા એઈડસ રોગચાળા વિશે જાગૃતિ લાવવા માટે શાળાનાં બાળકો દ્વારા PPT પ્રેઝન્ટેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં ધોરણ 8 થી 12 ના કુલ 22 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ એઈડ્સ થવાના કારણો તેને અટકાવાના ઉપાયો તેમજ તેના ઈતિહાસ વિષે માહિતી આપી હતી અને સાથે-સાથે બધા જ રાજ્યોની આંકડાકીય માહિતીઓ પણ દર્શાવેલ હતી. શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા અને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દિવસ વિષેની માહિતી કલ્પનાબહેને આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દીપિકાબહેને કર્યું હતું. તેમજ આભારવિધિ નિશાંતભાઈ કરેલું હતું.




43 views0 comments
bottom of page