top of page
  • Writer's picturegajeravidyabhavanguj

INTERNATIONAL GIRLS CHILD DAY


“INTERNATIONAL GIRLS CHILD DAY “ દર વર્ષે 11 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે વર્ષ 2012માં તેની શરૂઆત થઈ.આ દિવસને પ્રોત્સાહન આપવા અને લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસે વિશ્વભરના દિવસ દેશોમાં વિભિન્ન પ્રકારના આયોજન પણ કરવામાં આવે છે. એવામાં આ આયોજન મારફતે છોકરીઓનું શિક્ષણ, તેમના કાયદાકીય અધિકારો, પોષણ વગેરે પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે.

આ દિવસ મનાવવા પાછળનો હેતુ છે છોકરીઓને તેમના અધિકાર પ્રત્યે જાગૃત કરવાનો જેથી તેમની સામે આવનાર પડકારોનો સામનો કરી શકે. બાળકી દિવસ મનાવવાની શરૂઆત એક બિનસરકારી સંગઠન ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ વધારવાના હેતુથી કેનેડા સરકારે સામાન્ય સભામાં આ અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે 19 ડિસેમ્બર ૨૦૧૧ના રોજ પ્રસ્તાવ પસાર કર્યો અને તેના માટે 11 ઓકટોબર બે દિવસ નક્કી કરવામાં આવ્યો. અને ત્યારે પ્રથમ આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ મનાવવામાં આવ્યો.





“INTERNATIONAL GIRLS CHILD DAY “ નિમિત્તે ગજેરા વિદ્યાભવન ધોરણ-7ની વિદ્યાર્થીનીઓને શાળામાં PPT દ્વારા ખૂબ સરસ રીતે માહિતી પૂરી પાડવામાં આવી.. ગુડ ટચ એટલે કે જ્યારે તમને કોઈ ગળે મળે છે અને પૂછે છે કે તમે કેમ છો? તો આ સ્પર્શ તમારા માટે ગમતો સ્પર્શ છે. બેડ ટચ એટલે જે કે જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડે છે જેને આપણે જાણતા નથી અને જેનો સ્પર્શ આપણને પસંદ નથી. શરીરનાં જે બીજા સ્પર્શ કરે જે આપણને ન ગમતો હોય અને અણગમતા સ્પર્શ કહેવાય છે.

આપણે કેટલાકને સ્પર્શ કરવાનો પસંદ કરીએ છીએ. કે જેને આપણે પ્રેમ કરીએ છીએ એ લોકો પર વિશ્વાસ કરતા હોઈએ. અજાણ્યા વ્યક્તિનો સ્પર્શ આપણે પસંદ કરતા નથી. જયારે આપણને કોઈ સ્પર્શ કરે ત્યારે અંદરથી અનુભૂતિ થાય છે. ક્યારેક ક્યારેક જાણીતો કે અજાણ્યો સ્પર્શ આપણને ખરાબ લાગણીનો અહેસાસ કરાવે છે. જેમ કે દુઃખ, ડર, પ્રેમનો અહેસાસ ન થવો, પોતાનાપણું ન લાગવું. કેટલાક લોકો ગમતા-અણગમતા સ્પર્શનો તફાવત પારખી શકે છે.


“जब इन्सानको उसकी हैसियत से ज्यादा दुनियामिल जाती है|

वो लोगो से बुरा सुलूक करना शुरू कर देता है|

303 views0 comments
bottom of page