gajeravidyabhavanguj
Instant Healthy Non-fire Cooking Competition
"સ્વાસ્થ્ય એટલે રોગોની ગેરહાજરી નહી પણ વિધાયક ઉર્જાની હાજરી..."

આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિથોકેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં એક કહેવત કહેલી Let food be your medicine & medicine your food” આહારને જ ઔષધરૂપ બનાવો. સ્વસ્થ રહેવા માટે માણસે બની શકે એટલો સાત્વિક આહાર લેવો જોઈએ.

લોકો જે સ્વાદિષ્ટ લાગે તે આરોગે પછી ભલે આજનું જંકફૂડ કેમ ન હોય! પણ કુદરતે પેટને ખુબ ઈન્ટેલીજન્ટ બનાવ્યું છે. એ તો બધું અંદર સમાવી લે છે અને પછી યોગ્ય સમય આવ્યે વેર જરૂર વાળે જ છે. શરીરમાં રોગ ઘર કરી જાય છે. આ સ્થિતિ માટે ઘણાં બધા કારણો જવાબદાર છે. ખોરાક, અનિંદ્રા, માનસિક બેચેની, સુવા-ઉઠવાની આદતો અને પર્યાવરણ પણ એ બધામાં ખોરાક સૌથી મહત્વનું પરિબળ છે.
આજની જીવનશૈલીમાં બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. જંકફૂડથી તેમના મગજના વિકાસ પર અસર થાય છે.

બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ જન્મથી લઈને શરૂઆતના ૫ વર્ષ સુધી ખુબ ઝડપથી થતો હોય છે. ખાસ કરીને મગજનો વિકાસ પહેલાં ૫ વર્ષમાં 90% જેટલો થઈ જાય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઈચ્છનીય રીતે પૂરું ન પડે તો, ન પૂરી કરી શકાય તેવી ખોટ સર્જાતી હોય છે.આહાર એ આપણા સૌની એક જરૂરિયાત છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે આહાર લઈએ છીએ. આહારમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, મિનરલ્સ વગેરે મળી રહે છે.
પહેલાના સમયમાં લોકો અનાજ ઉત્પન્ન કરતાં અને પુરા વર્ષ એ જ અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવી ભોજન તરીકે લેતા આજના સમયમાં લોકોને પેકિંગ વાળી વસ્તુઓ અને ફાસ્ટફૂડ ખાવાની આદત પડી ગઈ છે.

આજે વિધાર્થીઓ લંચ બોક્સની જગ્યાએ વેફરનું પેકેટ લાવે છે. નાનપણથી જ બાળકને આવા જંકફૂડની આદત પાડવામાં આવે છે.
"આહાર એ જ ઔષધ છે ત્યાં દવાનું શું કામ,
આહાર વિહાર અજ્ઞાનતાથી દવાખાને થાય છે ભીડ”
માતા-પિતાનાં વર્તન વ્યવહાર બાળક માટે દર્પણાની ગરજ સારે છે. એક આદર્શ માતા બાળકને જંકફૂડની દુનિયામાંથી બહાર લાવી તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ.

નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે આપવાની શરૂઆત કરવી જોઈએ અને જંકફૂડથી દુર રાખવા જોઈએ.
“જાગ્યા ત્યારથી સવાર” આ કહેવતને ચરિતાર્થ કરવા અને વાલીશ્રી (માતાઓ) પોતાના બાળકના આહાર પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં માતાશ્રીઓ માટે "Instant Healthy Non-fire Cooking Competition" સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઘણાં વાલીશ્રીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી રવિ જોશી અને શ્રી રોમા પંજાબીએ સેવા આપી તેમણે વાલીશ્રીઓને કુકિંગ માટે ખુબ જ સુંદર માર્ગદર્શન આવ્યું હતું. પ્રસ્તુત છે તેની ઝાંખી...