gajeravidyabhavanguj
Indian Navy Day
Updated: Dec 5, 2022
They are the real heroes,
They are Indian Navy on Indian Navy
We salute our heroes.

ભારતમાં 4 ડિસેમ્બર ના રોજ ના નેવી ડે ઉજવવામાં આવે છે. ઓપરેશન ટ્રાઈડેન્ટ દરમિયાન ભારતીય નૌકાદળોના પી. એન.એસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજો ડૂબી ગયા હતા. જેમાં સેંકડો પાકિસ્તાની નૌકાદળનાં કર્મચારીઓ માર્યા ગયા હતા. આ દિવસે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને પણ યાદ કરવામાં આવે છે. ભારતીય નૌકાદળ એ ભારતીય સશસ્ત્ર દળોની નૌકાદળ શાખા છે. અને તેનું નેતૃત્વ કમાન્ડર-ઇન ચીફ તરીકે ભારતના રાષ્ટ્રપતિ કરે છે. મરાઠા સમ્રાટ શિવાજીને ‘ભારતીય નૌકાદળના પિતા’ તરીકે ગણવામાં આવે છે.
ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોને સુરક્ષિત કરવામાં તેમજ બંદર મુલાકાતો સંયુક્ત કવાયતો દ્વારા ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આધુનિક ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની સ્થિતિ સુધારવા માટે ઝડપથી નવીનીકરણ કરી રહે છે. ભારતીય નૌકાદળની તાકાતમાં 67,000 થી વધુ કર્મચારીઓને લગભગ 150 જહાજો અને સબમરીનનો સમાવેશ થાય છે.
ભારતીય નેવી ડે મૂળરૂપે રોયલ નેવીના ટ્રફાલ્ગર ડે સાથે એકરૂપ હતો. 21 મી ઓક્ટોબર 1944 ના રોજ રોયલ ઇન્ડિયન નેવીએ પ્રથમ વખત નેવી ડેની ઉજવણી કરી. નૌકાદળ દિવસની ઉજવણી કરવા પાછળનો વિચાર સામાન્ય લોકોમાં નૌકાદળ વિશે આઉટરીપ વધારવાનો અને જાગૃતિ વધારવાનો હતો. આ દિવસની ઉજવણીના ભાનરૂપે પરંપરાગત રીતે વિવિધ બંદર કે શહેરમાં પરેડ જોવા મળે છે. તેમજ આંતરિક નૌકાદળ સંસ્થાઓમાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવે છે.
ભારતીય નૌકાદળ દિવસ ૨૦૨૨ ની થીમ 'સ્વર્ણિમ વિજય વર્ષ' છે. જે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પૂર્ણ કરે છે.
આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે આવતીકાલનો ઘડવૈયો છે. સમાજનો નાગરિક છે.આવી ઉત્તમ વિચારધારાને પગલે ચાલતી આપણી શાળા ગજેરા વિદ્યાભવનના બાળકો પણ નૌકાદળ તેના સૈનિકો અને તેને કાર્યશૈલી તથા દેશ સેવાની અનોખી શૈલી થી માહિતગાર થાય તે હેતુથી ઇન્ડિયન નેવી ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. બાળકોને તેમના વિશે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે PPT પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ વિવિધતાસભર માહિતી આપી હતી,
આમ, વિદ્યાર્થીઓને પ્રાથમિકતા થી શાળામાં શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનોખું જ્ઞાન પીરસવામાં આવે છે.
“It’s time honor our brave navy soldiers for protecting us from the enemies.
This day is dedicated to Respected and honors our soldiers”
न जुकने दिया तिरंगे को ,न युद्ध कभी ये हरे है |
भारतमाता तेरे विरों ने दुश्मन चुन चुन कर मरे है|