top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Indian Navy Day

Indian Navy Day always reminds us who stand strong to keep a safe… happy Indian Navy Day

આપણે સૌ જાણીએ છીએ કે 4 ડિસેમ્બર આખો દેશ માં નૌસેના દિન તરીકે ઉજવાય છે.ઈ.સ.1971 ભારતની નૌસેનાએ પાકિસ્તાનના કરાચીની નૌસેના પર હુમલો કર્યો હતો અને ભારતીય નૌસેનાએ તેમાં સફળતા મેળવી હતી. આ સફળતા તથા ભારતીય નૌસેનાની બહાદુરીને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે ને ભારતીય નૌસેના Indian Navy Day તરીકે ઉજવવામાં આવે છે.

ઇન્ડિયન નેવી એ ભારતનું નૌકાદળ છે. તેનું મુખ્યાલય નવી દિલ્લીમાં આવેલું છે અને તેની આપના ઈ.સ.1612માં થઈ હતી માત્ર 1971 જ નહિ પરંતુ 1965ની લડાઈમાં પણ નૌસેનાએ ખૂબ જ બહાદુરીથી પ્રદર્શન કર્યું હતું અને સફળતા મેળવી હતી.

આમતો નૌસેના નો ઇતિહાસ પૌરાણિક કાળથી માનવામાં આવે છે, પરંતુ બ્રિટિશ સરકારે તેનું નામ રોયલ ઇન્ડિયન નેવી રાખેલ હતું 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે રોયલ ઇન્ડિયન નેવી નામ બદલીને ભારતીય નૌસેના Indian Navy રાખવામાં આવ્યું હતું.

ભારતીય નૌકાદળ એ માત્ર આઝાદીની રક્ષા જ નથી કરી પરંતુ આઝાદી આપવામાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી તેનો એક પ્રસંગ જોઈએતો નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ પ્રેરણા દ્વારા રોયલ ઇન્ડિયન નેવીનો સભ્યોએ HIMS તલવાર નામના જહાજને જંગ એ આઝાદી નું નામ એલાન કરી દીધું હતું. નૌકાદળનો આ વિદ્રોહ એટલો તીવ્ર હતો કે તે ટૂંક સમયમાં 78 જહાજો 20 દરિયાકિનારા સુધી ફેલાઇ ગયો હતો અને તેમાં 20 હજાર નાવિકો પણ જોડાયા હતા.

આમ આપણા દેશ ભારતના સંરક્ષણમાં નૌકાદળના સૈનિકોનું ઘણું મહત્વ છે ભારતમાં નૌકાદળના ત્રણ સ્થળો કેન્દ્રસ્થાને છે.

ઇસ્ટર્ન નેવલ કમાન્ડ -> વિશાખાપટ્ટનમ

વેસ્ટન નેવલ કમાન્ડ -> મુંબઈ

સઘન નેવલ કમાન્ડ -> કોચી

આમ આપણી શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ ભારતીય વાયુ નૌકાદળની પરિચિત થાય તથા તેમની ભૂમિકા વિશે જાણે તે હેતુથી Indian Navy Day નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

Salute to our Navy personnel for selflessly securing our Marine border…

अपने अदम्य साहस और पराक्रम से देश को सुरक्षित बनाने वाले वीर नौसेना को सादर नमन |


कुछ नशा तिरंगे की आन का है|

कुछ नशा मातृभूमि की शान का है

हम लहराएंगे हर जगह तिरंगा

नशा ये हिंदुस्तान की शान का है|

663 views0 comments

Recent Posts

See All
bottom of page