top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Indian Army Day



તા.15/01/2023 રવિવાર નાં ભારતીયસેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ 15 જાન્યુઆરી 1949 ના રોજ ભારતનાં છેલ્લા બ્રિટીશ કમાન્ડર ઈન ચીફ જનરલફાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યાનાં માનમાં દરવર્ષે 15 જાન્યુઆરી ઉજવામાં આવે છે. ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે તા.13/01/2023 ને શુક્રવાર આ કાર્યક્રમનું આયોજન શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રીટાયર્ડ આર્મી જવાન પરમાર વિક્રમસિહએ બાળકોને આર્મીમાં કામગીરી કર્યા દરમ્યાન પોતાનાં અનુભવોની માહિતી આપી અને બાળકોને દેશ પ્રત્યેની ભાવના ઉદ્દભવે તે માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીનાં માર્ગદર્શન તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયાઅને કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દિવસ વિષેની માહિતી શાળના શિક્ષક ડાભી જયેશભાઈ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળના શિક્ષક ડાભી જયેશભાઈએ આભારવિધિ કરેલ હતી.

76 views0 comments
bottom of page