gajeravidyabhavanguj
Indian Army Day
પૂરી દુનિયા કે ઘર મેં મા સદા રોટી બનાતી હૈ,
વહી મા ભાગ્યશાલી હોતી હૈ જો ફૌજી બનાતી હૈ.
ઈ. સ. 1949: 15 જાન્યુઆરી ભારતીય આર્મી બ્રિટિશ આર્મી થી સ્વતંત્ર થયા. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન-ચીફ તરીકે ના કાર્યભાર સંભાળ્યાના માનમાં દર વર્ષે ૧૫ મી જાન્યુઆરી "ભારતીય સેના દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
"કફન બાંધીને જાગે છે જવાન"
સેના દિવસ એ બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે. જે દેશ માટે લોહીને થીજાવી દે તેવી ઠંડીમાં સરહદ પર આપણી સુરક્ષા કરે છે તેથી આપણી સુખેથી રહી શકીએ છીએ.
આ દિવસે 2020 માં 15 સૈનિકોને બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા પરમવીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે તો 15 મી જાન્યુઆરી આર્મી ઓના સૂર્ય અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. જેથી આર્મી અને તેના પરિવારને એમ લાગે કે અમારી સાથે અમારો દેશ છે. તેનામાં હિંમત આવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. કદાચ આપણી સાચા દિલથી કરેલી પ્રાર્થના દુશ્મનોની ગોળીની દિશા બદલી શકે છે. કોઈ પણ જવાન આર્મી જોઈન્ટ કરે છે ત્યારે તેની બે જ ઈચ્છા હોય છે.
1) સરહદ પર ઝંડો ફરકાવીને આવીશ
2)ઝંડામાં લપેટાઈને આવીશ.
દેશની આર્મી એ જ સાચું હિન્દુસ્તાન છે.
ભારતીય આર્મીના શૌર્યનો ઇતિહાસ જોઇએ તો પહેલું યુદ્ધ 1965માં અતિ ખતરનાક ધમાસાણ યુદ્ધમાં ફિરંગી ને હટાવી ને દીવ, દમણ, ગોવા એક ઝાટકે જીતી લીધું. 1971માં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. 1999માં 8000 ફીટની ઊંચાઈ પર જઈને પાકિસ્તાનને પડકાર્યું અને દુશ્મનની છાતી ફાડીને કારગીલ જીતી લીધું. 2019માં સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા વીર અભિનંદે પૂરી નો બદલો લીધો. શૈતાન ને ઉડાવી દીધા.
ભારતના બેટા, કેસરિયા બેટા, ધન્ય ધન્ય સરહદના જવાન.
"સાચે જ આર્મી એ ભારત નો ભગવાન છે"
જય હિન્દ.