gajeravidyabhavanguj
Indian Air Force Day

8 ઓકટોબરનો દિવસ એટલે ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ એટલે કે Indian Air Force Day તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ ગાઝિયાબાદના હિડન એરબેઝમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે એશિયાનું સૌથી મોટુ અને દુનિયાનું 8 મું સૌથી મોટું એરબેઝ છે.
8 ઓકટોબર ૧૯૩૨ના રોજ આપણા દેશમાં ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આપણો દેશ અંગ્રેજોના આધીન હોવાથી તેને ‘રોયલ ઇન્ડિયન એરફોર્સ’ (RIAF) તરીકે ઓળખવામાં આવતી હતી.આઝાદી પછી એટલે કે 1950માં આ વાયુસેનાના નામમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને માત્ર ‘ઇન્ડિયન એરફોર્સ’ નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ એર માર્શલ બનાવવામાં આવ્યાં હતા.
આપણી શાળામાં પણ આ ખાસ દિવસની ઉજવણીનાં ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્સ એરફોર્સ ઓફિસર હરેન ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં. અને બાળકોને જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા એક ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરેન ગાંધીએ જ ક્વિઝનું સંચાલન કરી વિવિધ પ્રશ્નોથી જુદા જુદા રાઉન્ડ દ્વારા ક્વિઝ લેવામાં આવી હતી. જેમાં ત્રણ ટીમમાંથી એક ટીમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. આ રીતે વિદ્યાર્થીઓ આ દિવસનું મહત્વ સમજે અને દેશભાવના જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.