gajeravidyabhavanguj
Importance of Motorskill and Gross Motorskill in Childhood

ઈશ્વરે આપણને બુદ્ધિરૂપી ઘરમાં પ્રવેશવા માટે ઇન્દ્રિયરૂપી દ્વારો આપ્યા છે એટલે જેટલા પ્રમાણમાં આપણી ઇન્દ્રિયો તીવ્ર અને સજાગ એટલું આપણું જ્ઞાન સંપાદન સંપૂર્ણ.
જગત વિષય કોઈ પણ જ્ઞાન આપણને આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિય શિક્ષણ ત્રણ રીતે ઉપયોગી થાય છે એક તો સ્પષ્ટ અને સૂક્ષ્મ રીતે સંવેદનો ગ્રહણ કરવાની ટેવ પાડવી, બીજું એ દ્વારા બૌદ્ધિક વિકાસ સાધવો અને ત્રીજું સ્નાયુ સંચાલન ઉપર કાબૂ મેળવવો.

બાળકના બૌદ્ધિક વિકાસ માટે ઈન્દ્રિય વિકાસનું સ્થાન અગત્યનું છે. બૌધિક વિકાસ દ્વારા બાળકમાં સૂક્ષ્મ અવલોકન કરવાની ટેવનો વિકાસ વધુ ઝડપથી અને સારી રીતે થાય છે અને એની સાથે સ્નાયુ પર વિશેષ કાબુ મેળવે છે. સુક્ષ્મ અવલોકનથી કોઈપણ ક્રિયાનું અનુકરણ સહેલાઈથી થઈ શકે છે. તથા સ્વક્રિયાનું મૂલ્યાંકન કરવાની સૂઝ પણ કેળવે છે.
“કોઈ પણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી જ નક્કી કરી શકાય”
જ્ઞાન પ્રાપ્તિનો જ્ઞાનેન્દ્રિયો સિવાય બીજો કોઈ માર્ગ નથી. જ્ઞાનેન્દ્રિયોની નૈસર્ગિક શક્તિમાં આપણે વધારો કરી શકતા નથી પરંતુ એ શક્તિનો વધારે સુક્ષ્મ અને મહત્તમ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
બાલ્યકાળમાં ઈન્દ્રિય વિકાસની શક્યતા અને અનુકુળતા વિશેષ છે. શિક્ષણએ વ્યક્તિગત અને સ્વયંશિક્ષણનું સ્વરૂપ હોવું જોઈએ. આ બધુ મુક્ત વાતાવરણમાં બાળકની સ્વયં સ્વીકૃતિથી થવું જોઈએ.

બાળકનો સર્વાંગી વિકાસ એ જ બાળભવનનો મુખ્ય હેતુ છે, વિવિધ એક્ટીવીટી દ્વારા બાળક પોતાની દરેક ઈન્દ્રિયોને સક્ષમ બનાવે છે. અને તેથી જ બાળકોની ઇન્દ્રિયો ખીલે અને તેમના હાથના સ્નાયુઓ કેળવાય કે જેથી તેમને લખવા અને સમજવામાં સરળતા રહે તે માટે અમારા બાલભવનમાં મોટરસ્કીલ અને ગ્રોસ મોટરસ્કીલએક્ટિવિટી કરાવવામાં આવે છે. આ એક્ટિવિટી દ્વારા

બાળકોની સર્વ ઇન્દ્રિય કાર્યશીલ થાય છે,જેમાં બાળકને રંગીન માટીની રમત, કાળી માટીમાંથી રમકડા બનાવવા, રોડ પેઈન્ટીંગ, લાઈન પર ગાડી ચલાવવી, ક્લેથી ગોળા બનાવવા, વિવિધ વસ્તુઓથી આકારો દોરવા, સ્પંજની રમત, દોરી પર ચીપટા લગાવવા જેવી વિવિધ એક્ટીવીટી કરાવવામાં આવે છે જેથી બાળકને રમતા રમતા ઈન્દ્રિય શિક્ષણનું જ્ઞાન મેળવે છે.
#Gajeratrust #Motorskill #OneHappiness #sunitasmakerspace #stayhome #staysafe #stayconnected