gajeravidyabhavanguj
Importance of Conversation
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિનું પણ ઘણું મહત્વ છે. અસરકારક શિક્ષણ માટે પ્રવૃત્તિમય શિક્ષણ એક સારો વિકલ્પ છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રક્રિયામાં વધુ રસપૂર્વક જોડાઈ શકે. આવી જ એક પ્રવૃત્તિ છે. Conversation - વાતચીત.
“વાતચીત એ ભાષાનો વિકાસ, વિચારોનું આદાન-પ્રદાન અને એકબીજાને સાંભળવાની ચાવી છે.” સંવાદ દ્વારા લાગણીઓ દર્શાવતા ચહેરા અને શરીરના હાવભાવનું અવલોકન કરતાં, લોકો એકબીજાના વિચારો સાંભળીને શીખે છે.
અંગ્રેજીમાં બોલવું એ આજના સમયની અગત્યની જરૂરિયાત બની રહી છે. જ્યારે મોટાભાગનું Conversation અંગ્રેજીમાં થતું હોય છે, ત્યારે આજનો વિદ્યાર્થી, જે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે, તેઓ જ્યારે અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેના મનમાં એક પ્રકારનો ડર અને ખચકાટ હોય છે જે કે હું અંગ્રેજીમાં વ્યવસ્થિત બોલી શકીશ કે નહીં? આ ડરને દૂર કરવા માટે જ ગજેરા વિદ્યાભવનનાં અંગ્રેજી વિષય શીખવતા દરેક શિક્ષકો વર્ગમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા બાળકોને અંગ્રેજીમાં વાર્તાલાપ કરી શકે એ માટેના પ્રયત્નો કરે છે. જેથી કરીને ભવિષ્યમાં તેઓ ધીમે-ધીમે અંગ્રેજીમાં વ્યવસ્થિત Communicate કરી શકે અને સમજી શકે. તેમજ વિદ્યાર્થીઓમાં અભિનય ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
જે અંતર્ગત ધોરણ-6 ના અંગ્રેજી વિષયમાં Conversation ની પ્રવૃત્તિ વર્ગમાં કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર હાવભાવ સાથે Conversation કરવા માટે પ્રયત્નો કર્યા.