gajeravidyabhavanguj
Idea Sharing Session-Gyanam
“કર્મનિષ્ઠ સ્વકર્મમાં તથા શિસ્તપાલન ,
‘ક’ કાર કર્મકુશલતા તથા અનુશાસન,
કર્મ નિયમ, મનમુકતતા શિક્ષણનો આધાર,
કથિત ત્રણેય લક્ષણોનો શિક્ષણ કરે વિચાર”

આ પૃથ્વી પર મનુષ્ય પશુ-પક્ષી અને ઘણા જીવજંતુઓ વસવાટ કરે છે. આ જીવસૃષ્ટિમાં પોતાના જીવનને સુંદર સુખી અને સગવડભર્યુ બનાવવામાં માનવે અપૂર્વ પ્રગતિ સાધી છે એનું કારણ છે વિદ્યા ઉત્તમ અને સુખકર જીવન જીવવા માટે વિદ્યા સૌથી વધુ ઉપયોગી પરિબળ બને છે. અને વિદ્યા અભ્યાસ નો શ્રેષ્ઠ સ્થળ એટલે ‘શાળા’
આજે શિક્ષણ વર્ગની અને ચાર દીવાલો માંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે. પ્રવર્તમાન સમયમાં શિક્ષક ની ભૂમિકાઓ બદલાઈ રહી છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે. ત્યારે શિક્ષકે વિદ્યાર્થી ના GUIDE, FRIEND AND PHILOSOPHER તરીકેની ભૂમિકા અદા કરવી જોઈએ.

આજનો શિક્ષક હવે વર્ચ્યુઅલ શિક્ષક બન્યો છે. છેલ્લા ૨ વર્ષમાં શિક્ષકો ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ શીખ્યા છે. આધુનિક શિક્ષણ પરિવર્તનશીલ બને તે સમયની માંગ છે બદલતા શિક્ષણની સાથે શિક્ષકે પણ સતત પ્રયત્નશીલ રહેવું પડે છે એ માટે અમારી શાળા સતત પ્રયાસ કરી રહ્યું છે. શિક્ષકોને તાલીમબદ્ધ કરવાના હેતુથી અમારી શાળામાં ‘જ્ઞાનમ’ શીર્ષક ‘મધર નેચર’ હેઠળ શિક્ષકો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બધા જ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પ્રકૃતિના સથવારે પોતાના વિષય પ્રમાણે ટીચિંગ એડ તૈયાર કર્યા હતા. વિજેતા શિક્ષકોને સન્માનપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

પરંતુ કહેવાય છે ને કે જ્ઞાન વહેચવાથી વધે છે. એ માટે અમારી શાળામાં જે શિક્ષક વિજેતા થયા હતા તેમના માટે શાળામાં આઈડિયા સેટિંગ શિક્ષણ હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કતારગામ, ઉત્રાણ અને ગજેરા ગ્લોબલ બ્રાન્ચના શિક્ષકોએ ભાગ લીધો હતો અને પોતાના ટીચિંગ એડ પધ્ધતિ અને સાધનો શેમાંથી બનાવ્યા તેનો હેતુ વગેરે બાબતે એકબીજા સાથે ચર્ચા કરી હતી. પોતાના શૈક્ષણિક અનુભવમાં વધારો કર્યો હતો. તેની એક ઝાંખી........