gajeravidyabhavanguj
Human Rights Day
Treat everyone better,
treat everyone equal.
મનુષ્ય તરીકે આપણા કેટલાક અધિકાર છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવહકો કહેવામાં આવે છે. જેમાં સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય હક વગેરેનો સમાવેશ થાય છે.
10મી ડિસેમ્બરે આખા વિશ્વમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્રના 56 સભ્યોએ “યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સને” આપનાવ્યા હતા. તેથી આ દિવસની ઉજવણી માનવ અધિકાર દિવસ તરીકે કરવામાં આવે છે. ‘માનવ અધિકાર દિવસ’ લોકોને તેમના અધિકારો માટે જાગૃત કરવાના ઉદ્દેશથી ઉજવવામાં આવે છે. માનવાધિકારમાં સ્વાસ્થ્ય, સામાજિક શિક્ષાના અધિકાર પણ સામેલ છે. માનવ અધિકાર એ મૂળભૂત નૈસર્ગિક અધિકાર છે. જેનાથી માણસને જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારથી વંચિત રાખી શકાય નહીં.
વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજીક પરિસ્થિતિનું નિર્માણ થવું અત્યંત આવશ્યક છે.
10 ડિસેમ્બરના દિવસે શિક્ષણ સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં માનવાધિકાર પર પ્રકાશ ફેંકવામાં આવે છે. માનવ અધિકાર અંતર્ગત લોકોને ભોજન, કપડા, મકાન, તેમજ શિક્ષણની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી સાધનોની ગેરંટી આપવામાં આવે છે.આ માનવ અધિકારો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુદ્ધ હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. માનવાધિકાર લોકોને જીવન, આઝાદી, સમાનતા અને સુરક્ષાની બાંહેધરી આપે છે.
દર વર્ષે માનવ અધિકાર દિવસની થીમ અલગ-અલગ હોય છે. વર્ષ ૨૦૨૧ ના માનવ અધિકાર દિવસની થીમ “Equality-Reducing in equalities, advancing human rights” છે.
जब होगी मानव अधिकारो की रक्षा,
तभी समाज में सबका विकास होगा अच्छा