gajeravidyabhavanguj
Healthy food makes you feel good.
Real food. Real health.

આરોગ્ય એ સંપત્તિ છે! તે એક જૂની કહેવત છે. આપણા સ્વાસ્થ્ય માટે અનાજ, કઠોળ,શાકભાજી, દૂધ,, ફળો નું મહત્વ ઘણા સંશોધનો દ્વારા સાબિત થયું છે. પોષક તત્ત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થો – જેમાં મર્યાદિત ખાંડ, સંતૃપ્ત ચરબી અથવા મીઠું ઉમેરવામાં આવતું નથી – તેને પોષક તત્ત્વો ગાઢ ગણવામાં આવે છે. પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકંદરે કેલરીને મર્યાદિત કરતી વખતે બાળકોને જરૂરી પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે.લીલા શાકભાજીમાં કેલ્શિયમ, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. તેઓ વિટામીન A, B, E, C અને K થી પણ ભરપૂર છે. આનો અર્થ એ છે કે લીલોતરી પાચન, હાડકાની વૃદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિને વધારવ માં અને જાળવી રાખવામાં મદદ કરે છે.
खाने में जो लेता है स्वस्थ-संतुलित आहार,
उसके जीवन का मजबूत होता हैं आधार |
આ બાબતો ને ધ્યાનમાં રાખીને આપણી શાળા ગજેરા વિદ્યાભવન માં આજ રોજ cooking વર્કશોપનું આયોજન કયુઁ હતું. તેમાં ધોરણ 1 થી 7 ના રસ ધરાવતા વિદ્યાર્થીઓની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમની ઉપસ્થિતિમાં Shree Cooking Academy ના Chef ધાર્મી મેડમ અને તેમની ટીમે પીના કોલાડા ( વેલકમ ડ્રિન્ક ), મન્ચાઉં સુપ , હરા- ભરા કબાબ તેમજ કર્ડ સેન્ડવિચ જેવી વાનગીઓ તરફ બાળકોનું ખૂબ જ આકર્ષણ હોય છે. તેમાં વિવિધતા કઈ રીતે લાવવી તથા દૂધ જે સંપૂર્ણ આહાર છે તે બાળકો સુધી વેલકમ ડ્રિન્ક ના માધ્યમ દ્વારા કઈ રીતે પહોંચાડવું તેની સુંદર સમજ આપી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થીઓને અને ગૃહિણીઓને આજના સમય માં ચાઈનીઝ ફૂડ કે જેનું દરેકને અનેરું આકર્ષણ છે. પરંતુ તેમાં વપરાતો આજી નો મોટો એ ચાઈનીઝ સોલ્ટ છે જેનો ઉપયોગ એ આપણી તંદુરસ્તી માટે ખૂબ જ હાનિકારક છે. તેમજ તે એક કેમિકલ પ્રોડક્ટ છે, તેનું માર્ગદર્શન આપ્યું હતું. અને તેનો ઉપયોગ કર્યા વગર પણ ચાઈનીઝ સુપ કે કોઈપણ ચાઈનીઝ વાનગી સારામાં સારી બની શકે છે. આમ બાળકોના નાસ્તામાં વિવિધતા લાવવા માટે હરાભરા કબાબ અને સેન્ડવિચ બાળકોને ભાવતી હોય છે પરંતુ કર્ડ સેન્ડવીચ જે હેલ્ધી પણ છે અને બાળકોને ભાવે તેવી છે. આમ સેન્ડવીચમાં એક નવું વેરીએશન એમને ઉમેરીને પ્રસ્તુત કર્યું હતું. જે ખૂબ જ સરસ હતું. આમ આવી વેજીટેબલ વાનગીઓના પ્રેક્ટીકલ ઉદાહરણ આપી, વિદ્યાર્થીઓને પ્રાથમિકતાથી જ કેટલીક કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચાવી શકાય છે તેના વિશે મમ્મીઓને અદભુત માહિતી આપી હતી.
खान-पान और स्वास्थ को दो पहला स्थान,
तभी होगा बीमारियों का निदान.
choose healthy foods for me to stay as healthy as can be.