gajeravidyabhavanguj
Health is Wealth
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર અંતર્ગત વિદ્યાનિકેતન વિભાગ દ્વારા આયોજિત શારીરિક શિક્ષણ પ્રશિક્ષણ વર્ગ તારીખ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ શ્રી છોટુભાઈ એ પટેલ ઇન્સ્ટિટ્યૂટ મુ.પો મોટા ફોફળીયા, તાલુકો-શિનોર, જીલ્લો-વડોદરા ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં ૪૦ જેટલી શાળાના પી.ટી શિક્ષકો હાજર રહ્યા હતા. તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડો. કુણાલ પંચાલ, ડો.ચણીયારા નવીનચંદ્ર સાહેબ, ડો. અનંત ઠાકોર તેમજ શિલ્પાબેન ઉપસ્થિત રહી શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના ઉછેર માટે રમતનું મહત્વ, તેમનો ખોરાક તેમજ શિસ્ત,તેમનો શારીરિક, માનસિક તેમજ બૌધ્ધિક વિકાસ વિશેની માહિતી આપી હતી. તેમજ શ્રી ચણીયારા સાહેબ અને શ્રી હર્ષદભાઈ શાહ એ બાળકોને મોબાઈલ ની ટેવ છોડવી મેદાન ઉપર કેવી રીતે લાવી શકાય તેમજ રમત-ગમત ક્ષેત્રે કેવી રીતે આગળ લાવી શકાય તેમના વિશેની શિક્ષકોને વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આજના યુગના બાળકોને તેમના લેવલની નવી નવી રમતો રમાડવા માટેની રમત પણ શિક્ષકોને પ્રત્યક્ષ રમત રમાડીને સમજણ આપી હતી.તાલીમ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ ગ્રુપ ફોટો લેવામાં આવ્યાં હતા તેમજ શિક્ષકોને ફૂડ પેકેટ વિતરણ કરી આભાર વિધિ કર્યા બાદ વિદાય આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે જેથી શિક્ષકોને નવું નવું જાણવા અને શીખવા મળતું રહે.
આ બે દિવસના સેમિનારમાં મને ઘણું જાણવા અને શીખવા મળ્યું છે. જેના થકી બાળકોમાં રહેલી વિવિધ પ્રકારની સુષુપ્ત શક્તિને કેવી રીતે જાણી શકાય એનો ખુબ સરસ અનુભવ મળ્યો આ અનુભવ દ્વારા ગજેરા શાળા પરિવાર દ્વારા અમારા બાળકોને આ રીતે ઇનોવેટિવ શિક્ષણ આપી તેમનામાં રહેલી શક્તિને બહાર લાવી રમતમાં ડેવલોપમેન્ટ લાવવાનો પ્રયત્ન કરતા રહીશું. તેમજ આ કાર્યક્રમમાં જોડાવા માટે મને શાળા પરિવાર તરફથી જે તક મળી તે માટે હું ટ્રસ્ટી તેમજ આચાર્યા શ્રી નો ખુબ ખુબ આભાર માનું છું.