top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Happy World Environment Day

યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 1872 માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઉભી થાય અને રાજકીય રીતે ચોક્કસ દિશામાં પગલાં લેવાય તેવા હેતુસર દર વર્ષે 5 જુન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

“ફક્ત એક જ પૃથ્વી”


પર્યાવરણનું જતન કરવા માટે દરેક વ્યક્તિએ તેમનું યોગદાન આપવું જોઈએ. કુદરતે તો આટલા દિવસોમાં દેખાડી દીધું કે માણસો વગર પણ તે ખુશ છે. પ્રકૃતિ વગર આપણે ખુશ રહેવાના નથી.

“Beat Plastic pollution” એટલે કે પ્લાસ્ટિક પ્રદુષણને નાથો.


વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ની થીમ Ecosystem Restoration એટલે કે, “ઇકો સિસ્ટમ પુન:સ્થાપના”

કોરોનાને લીધે પર્યાવરણમાં ઘણાં બદલાવ આવ્યા છે, આ એક હકીકત છે, જેની ઘણી હદે લોકોને અનુભૂતિ પણ થઇ રહી છે, જેમ કે અવાજ અને હવાના પ્રદુષણનું ઘટવું, પક્ષી અને તેમના અવાજ સંભાળવા લોકોને ગમી રહ્યા છે. લોકોને પાવાગઢ અને હિમાલય, હરિયાળી ગમવા લાગ્યા છે. જીવન-મરણની કિંમત કરતા લોકો ઓક્સિજનની કિંમત કરતા થઇ ગયા છે.

એટલે જ કહેવાય છે.”છોડમાં રણછોડ, પ્રકૃતિમાં પરમેશ્વર”

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગકરવો જરૂરી બનશે. સુર્યની ઊર્જાનો ઉપયોગ પણ સલામત અને અખૂટ છે. તો આવો, આજે આપણે સૌ આ પર્યાવરણ સરંક્ષણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્યમાટે આપણું યોગદાન આપીએ.


પર્યાવરણ બચાવો, પર્યાવરણ આપણને બચાવશે.

માનવી કુદરતનું જ અંગ છે. માનવજીવન પર્યાવરણને અનુસરે છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતનો મહત્વનો ફાળો રહ્યો છે. માનવીની ઉત્પત્તિ કુદરતના તત્વોમાંથી થઇ છે. દરેક જીવ પછી ભલે તે માનવી હોય કે પશુ-પંખી કે જીવ-જંતુ દરેક પોતાનું જીવન ટકાવી રાખવા માટે કુદરતી સંસાધનોનો જ ઉપયોગ કરે છે.


“વૃક્ષો વાવો જીવન બચાવો” આ સૂત્ર માત્ર સૂત્ર નથી પણ આપણી જવાબદારી છે. જો આપણે પર્યાવરણનું સંરક્ષણ નહી કરીશું તો આપણી ભાવિ પેઢીને સુંદર કુદરતી વારસો નહી આપી શકીશું.આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધુ જ પ્રદૂષિત કરી દીધું છે. પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે. વૃક્ષારોપણ.

કલરવ કુદરતી જ હોય...!

શીતળતા છાંયા ની જ હોય...!

વનસ્પતિ, ઔષધ, ફળો વૃક્ષો જ આપે...!

વૃક્ષ ધરતીનું આભૂષણ છે તે અલંકાર જિંદગીનો...!

હજી સમય છે બચાવી લો... કુદરતી સંપત્તિઓ...!

હે માનવી પછી મથશે ડાઉનલોડ કરવા...!

વિશ્વ પર્યાવરણ દિન-ઉજવીએ

વૃક્ષ વાવીએ... માત્ર ફોટોમાં નહી... હકીકતે...!!

“જન જનમાં જાગૃતિ લાવીએ, ઠેર ઠેર વૃક્ષ વાવીયે”

1,712 views0 comments

Recent Posts

See All
bottom of page