gajeravidyabhavanguj
Happy Republic Day
"भारतीय होने पर कीजिये गर्व,
मिलके मनाये लोकतंत्र का पर्व।"
આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ’ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે “જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહી મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે”. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું.
આજના 73માં ગણતંત્ર દિવસે શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી શ્રી બકુલભાઈ ગજેરા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ આ શુભદિને ગજેરા પરિવાર દ્વારા સંસ્થા સાથે જોડાયેલા જે કર્મચારીઓના અકાળે અવસાન થયા હતા, તેઓના પરિવારને રૂપિયા બે લાખનો ચેક આપી સહાનુભૂતિ દાખવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કતારગામની શાળાના કોન્ફરન્સ હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના કર્મચારીઓ તેમજ વાલી મિત્રો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
" अलग है भाषा ,
धर्म जात और प्रांत,
पर हम सब का एक है,
गौरव राष्ट्रध्वज तिरंगा श्रेष्ठ। "