gajeravidyabhavanguj
Happy Gurupurnima
આજનો ગુરુપૂર્ણિમાનો દિવસ હોય ને મહર્ષિ વેદવ્યાસને કેમ ભુલાય! આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલા જ્ઞાનસાગર એવા સમર્થ ગુરૂ મહર્ષિ વેદવ્યાસ થઈ ગયા.શ્રીમદ ભાગવત,ચાર વેદ,18 પુરાણ અને મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ એટલે જ અષાઢી પૂર્ણિમા.જેને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ.
જીવનમાં દરેક વસ્તુનો વિકાસ સાધવા માટે ગુરુ ની આવશ્યકતા રહેલી છે.ગુરુ એક એવા પારસમણિ છે કે જેના સ્પર્શ માત્રથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય છે. આપણા ભવ્ય ઇતિહાસ તરફ નજર કરીએ તો ચાણક્ય એ એક સામાન્ય બાળકને પ્રશિક્ષણ આપી સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવી દીધા. સમર્થ ગુરુ રામદાસે શિવાજીને દરેક મોરચે લડવાનું સાહસ પૂરું પાડ્યું.આવા તો ગુરુ શિષ્યના અનેક ઉદાહરણો આપણા ઇતિહાસમાં ઝળહળતા જોવા મળે છે. મનુષ્યજીવનમાં શિક્ષણને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણકે શિક્ષણથી અધ્યાત્મનો અને અધ્યાત્મ થી પરમ પદની પ્રાપ્તિ થાય છે.કુદરતે આપણને ત્રણ વસ્તુની અદભુત ભેટ આપી છે.વિચાર શક્તિ, ભાષા શક્તિ,અને સર્જનશક્તિ. આ દરેક પર પ્રભુત્વ પ્રાપ્ત કરાવે તે જ શિક્ષક.