gajeravidyabhavanguj
Happy Founder's Day

જીવ દયા અને માનવ સેવાના કાર્યો થકી પુણ્યનું ભાથું ભેગું કરી લોકહૃદયમાં અનેરૂ સ્થાન બનાવી અમર થનારા અમારા હરિ દાદાને કોટી કોટી વંદન.
મૂળ અમરેલીના અને ગજેરા સ્કૂલ ના આદ્યસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત એટલે શ્રી હરિભાઈ જીવરાજભાઈ ગજેરા જેઓ વ્યવસાયે ખેડૂત હતા. પરંતુ શિક્ષા અને સમાજસેવા તેમના રગેરગમાં વણાયેલા હતા.

"જનસેવા એ જ પ્રભુસેવા" ના ભાવ ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી સમાજમાં માનવતાની મહેક અને સેવાની સુવાસ પ્રસરાવી ગયા. પૂજ્ય શ્રી હરિ દાદાએ રોપેલા શૈક્ષણિક બીજ આજે "ગજેરા વિદ્યાભવન" રૂપે વટવૃક્ષ બનીને અડીખમ ઉભું છે. જેના સાનિધ્યમાં અનેક બાળકોએ પુષ્પરૂપી ખીલી રહ્યા છે. આ વૃક્ષની શાખા સમાન તેમના પરિવારના તમામ સભ્યોએ તેમના જીવનના ઉદ્દેશ્યને

આત્મસાત કરી રહ્યાં છે અને તેમણે પોતાની આવડત, કુનેહ અને મહેનત થકી સમાજનું ઋણ અદા કરવા માટે ૧૫મી જાન્યુઆરી ૧૯૯૩માં ગજેરા પરિવારના માતૃશ્રીના નામથી શાંતાબેન હરીભાઇ ગજેરા ટ્રસ્ટની સ્થાપના કરી અને અનેક લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાના પ્રયાસો કર્યા છે.
માનવીના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્યારે શક્ય છે જ્યારે તેની પાસે શિક્ષણ અને આગળ વધવાની ઇચ્છાશક્તિ હોય તો જ કોઈ પણ અસંભવ કાર્ય સંભવ થઇ શકે છે. શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ આ બાબતની ગૌરવભેર સાક્ષી પૂરે છે.
આજે હજારો વિદ્યાર્થીઓ તેમના આ પવિત્ર કેળવણી તીર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરી વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી ચુક્યા છે અને જીવન જીવવાની એક નવી રાહ મેળવી છે. બાળકોના પ્રેરણાસ્ત્રોત અને જ્ઞાન રૂપી સાગરના મહાન કેળવણીકાર એવા હરી દાદાએ આ સંસ્થાને સૂક્ષ્મ રૂપ માંથી વિરાટ સ્વરૂપમાં ફેરવી શિક્ષણ જગતમાં આગવી મિસાલ ઊભી કરી છે.
જ્યાં બીજ "હરિ"ના નામનું હોય ત્યાં" હરીહર" ની ઉપસ્થિતિ હોય જ છે. તેમનો આ ઋણ ક્યારેય ચૂકવી શકાશે નહીં સેવા, શ્રમ, તપસ્યા, સાદગી, વિનમ્રતા જેવા ગુણોના સાક્ષાત પ્રતિમા સમાન પૂજ્ય શ્રી હરીદાદાની પુણ્યતિથિ નિમિત્તે અમારા બાલભવનમાં નાના નાના બાળકોએ પ્રેમથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી. હરીદાદાની પ્રતિમાનું પૂજન કરી શિક્ષકોએ માતા પિતા નું મહત્વ બાળકોને સમજાય એ માટે એક નાનકડી નાટ્યકૃતિ રજુ કરી હરીદાદાને અંજલી અર્પિત કરી.
એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની સાથે નવી આશાઓ, નવી ઈચ્છાઓ, નવી ઉમ્મીદો અને નવા સપનાઓ જન્મે છે. દરેક માતા-પિતા પોતાના બાળકનું જીવન ખુશીઓથી ભરી દેવા માંગે છે અને ઈચ્છે છે કે તેમનું બાળક સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે તો આજરોજ હરિદ્વાર ની પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ અમારા બાળ પુષ્પો જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના શપથ લઈ રહ્યા છે.
હરી દાદા હંમેશા આપણા સૌના હૃદયમાં રહેશે અને નવી દિશા માટે પ્રેરણા આપતા રહેશે.