gajeravidyabhavanguj
Happy Father's Day
“પિતા” દરેક બાળકના જીવનમાં “માં” પછીનો સૌથી સુંદર શબ્દ એટલે પિતા. દરેક બાળકના માટે અગત્યનું વ્યક્તિત્વ એટલે પિતા હોય છે.

બાળક માટે જન્મદાત્રી માતા હોય છે. બાળક માતા પાસેથી હૂંફ અને પ્રેમ મેળવે છે અને જીવન જીવવાની શરૂઆત કરે છે. પિતા બાળકને દુનિયા અને જવાબદારી તથા વ્યવહારોની સમજ આપે છે. માતા બાળકને મુશ્કેલીથી બચાવે છે જયારે પિતા તેના બાળકને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાડે છે. બાળકની નાનામાં નાની જરૂરિયાતો પ્રત્યે અભાનતા દર્શાવતા હોય છે પિતા. પોતાનો ઈચ્છા કે શોખ પૂરા થાય કે ન થાય પણ પ્રેમપૂર્વક પોતાના બાળકના શોખ પૂરા કરતાં હોય છે.
પિતા એક બાળકના જીવનમાં સુપરહિરો કે જાદુગર જેવાં હોય છે. માતા માટે તો ઘણું કહેવાયું છે અને લખાયું છે પણ પિતાનું સ્થાન પણ માતાના સ્થાન જેવું જ છે. દુનિયાની સાચી અને ખોટી તરફેણોને પિતા કરતાં વધારે કોઈ સારી રીતે નહી સમજાવી શકે. જરૂર હોય ત્યાં કડક થઈને જીવનના મૂલ્યને શીખવાડતા અને જરૂર પડે ત્યાં પ્રેમાળ થઈને જીવન જીવતાં શીખવનારા પિતા જ હોય છે. બાળકની દરેક જીદ તેઓ પૂર્ણ કરે છે સાથે જ બાળકને વસ્તુની યોગ્ય કિંમત પણ પિતા સમજાવે છે. માટે પિતા માટે ઉક્તિ લખી શકાય છે.
“પિતા જેટલાં અમીર મેં કોઈને નથી જોયાં
ખીસ્સુ ખાલી હોવા છતાં એમને મેં ના પડતાં નથી જોયાં”
એક દિકરાને જીવન માટે યોગ્ય બનાવવા પિતા પોતાનાથી થતાં દરેક પ્રયાસો કરે છે. તેનો દરેક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેના સુંદર વ્યક્તિત્વને આકાર આપે છે અને બાળકનું ચારિત્ર્ય ઘડતર કરે છે. દીકરીનો જયારે જન્મ થાય છે ત્યારે જીવનદાતા તરીકે સૈથી વધારે આનંદ પિતાને હોય છે. દીકરીના જન્મને પોતાનું આહોભાગ્ય માને છે.
પિતા માટે સંતાન દીકરી હોય કે દીકરો તેમનો પ્રેમ હંમેશા નિસ્વાર્થ અને નિર્મળ બની રહે છે. જયારે દીકરીના લગ્ન થાય ત્યારે પિતાના દુઃખને કોઈ અન્યના દુઃખ સાથે સરખાવી નથી શકતું. માટે તે મુજબ દીકરાના જીવનમાં કપરા સમયમાં પિતા જેવો કોઈ આધાર નથી હોતો. અંતમાં એટલું જ કે,
વ્હાલનો દરિયો હોય છે પિતા
જીવનની પ્રથમ પહેલ કરતાં શીખવાડે છે પિતા
હાથ પકડીને ચાલતાં શીખવાડે છે પિતા
માતા પછી બીજી પાઠશાળા હોય છે પિતા
બાળકની જીદ હસતાં હસતાં પૂરી કરે છે પિતા
બાળકને જીવનની સમજ સમજાવે છે પિતા
દરેક સ્થિતિમાં બાળકનો સમજાવે છે પિતા
તડકામાં જાણે સુંદર વિસામો હોય છે પિતા
ખટમીઠી કેટલી બધી યાદો હોય છે પિતા
ઈશ્વરનો સુંદર ભેટ હોય છે પિતા
જીવન જીવવાની આવડત સમજાવે છે પિતા
જીવનનો સર હોય છે પિતા