gajeravidyabhavanguj
HAPPY CHILDREN’S DAY
Updated: Apr 19

हम अपनी इच्छा अनुसार अपने बच्चोको नहीं बना सकते |
हमें उन्हें उसी रूप में स्वीकारना होगा जिस रूपमें भगवान् उन्हें हमें दिया है|
- जवाहरलाल नहेरु

દર વર્ષે 14 નવેમ્બરના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે બાળદિન ઉજવવામાં આવે છે. ચાચા નહેરુએ બાળકોને શિક્ષણ પૂરું કરવાની હિમાયત કરી. નહેરુ બાળકોને રાષ્ટ્રની વાસ્તવિક તાકાત અને સમાજના પાયા તરીકે માનતા હતા. આ દિવસે સમગ્ર ભારતમાં અને બાળકો માટે ઘણા શૈક્ષણિક અને પ્રેરક કાર્યક્રમો યોજવામાં આવે છે.
આપણે બાળકોની લાગણી જાણવી જોઈએ અને બાળદિવસને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમારોહમાં મર્યાદિત ન રાખતા, જીવનના અંધકારમાંથી પસાર થઈ રહેલા બાળકો માટે કંઈક કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
'બાળદિન’ નિમિતે ગજેરા વિદ્યાભવનમાં પણ ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં ધોરણ-૧ અને ૨માં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ધોરણ-૩ અને ૪ માં વિવિધ રાજ્યને અનુરૂપ વેશભૂષા સાથે પર્યાવરણને બચાવો અંતર્ગત વિદ્યાર્થીઓએ મેસેજ પણ આપ્યો હતો. જેનો મુખ્ય હેતુ બાળકો દરેક વસ્તુ કે વ્યક્તિની વિવિધતા, તેની મહત્વકાંક્ષાથી જાણકાર થાય, બધાની સમક્ષ નીડરતાથી બોલતા શીખે અને સાથે સાથે મનોરંજન પણ માણી શકે. શાળાના આચાર્યાશ્રી સોલંકી ભાવિષામેમ દ્વારા બાળકોને Children’s Day નું મહત્વ સમજાવી ઉત્સાહિત કર્યા હતા. હર્ષોઉલ્લાસ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
“Children are budding stars
The more you embrace them,
The more they shine.”