gajeravidyabhavanguj
Grandparents Day Celebration

તમે આપજો આશિર્વાદને અમે આપશું દાદ,
એકબીજાનો અનુભવીશું આપણે અંતર નાદ,
એકબીજાનો અનુભવીશું આપણે અંતર નાદ,
તમે શીખવજો સંસ્કૃતિને સંસ્કારોના પાઠ,
ગીતાજીનો સાર વળી, પંચતંત્રના બોધપાઠ,
અમે શીખાવશું ટેકનોલોજીના ટેકનિકલ ઠાઠ,
દાદીજીનું વૈદું તમે તો ૧૦૮,
આપણા ઘરમાંથી ગુંજશે સુખનો શંખનાદ,
અને આપણું કુટુંબ રહેશે અખંડિત આબાદ.

મેળવેલા જીવન મુલને જો મન તુલા પર તોલો તો મળશે દાદાજીની આંગળીને દાદીમાના ખોળો.દુનિયાને અતિ વિસ્મયભરી નજરે જોતી બે નાની-નાની ટમટમતી આખો જયારે જયારે આ પૃથ્વી પર અવતરે છે.ત્યારે એ આંખોમાં કઈ કેટલાય આવેગોની વાદળીઓ અને ભાવ જગતના કેટલાય તારલાઓ ટમટમતા હોય છે.આ આવેગોની વાદળીઓનો વરસાદ એટલે આપણી દાદી અને ટમટમતા તારલાઓનો ઉજાસ એટલે આપણા દાદા જે આપણને આ દુનિયાનો પરિચય કરાવે છે.
કોઈકવાર વ્હાલ બનીને, તો કોઈકવાર ઠાલ બનીને,
તો કદી જીવનની રાહ બનીને, કદી મીઠી યાદ બનીને,
આપનો પ્રેમાળ સાથ સદાય અમારી સાથે રહે એવી જ પ્રભુ ઈચ્છા.
સફેદવાળ, બોખું મોઢું, જાડા કાચના ચશ્મા અને વાંકી વળી ગયેલી કમ્મરમાં પણ જે જજમાન લાગે એ આપણા દાદા અને જે સ્વરૂપવાન હોય તે આપણા દાદી.
કહેવાય છે કે વીતેલા દિવસો કયારેય પાછા પણ નથી આવતા! દાદા-દાદી તેમના સંતાનોને મેળવીને પ્રભુતા મેળવે છે. પરંતુ પોતાના સંતાનોના સંતાનોને મેળવી પોતાનું બાળપણ પાછું મેળવે છે.
દાદા-દાદી પાસે અનુભવોથી ભરેલી જીવન હોય છે. વિકસિત હદય હોય છે અને તેથી બાળકોને સંસ્કારોની સાથે જીવનલક્ષી જ્ઞાન પણ આપે છે.

જે બાળકો પોતાના દાદા-દાદી સાથે રહેતા હોય કે સમય પસાર કરતા હોય એવા બાળકો હંમેશા ખુશ, મિલનસાર અને સહકારની ભાવના વાળા હોય છે. એ બાળકો દાદા-દાદીની લાગણી ભરેલી વાતો સમજે છે. તેમનામાં સ્નેહ, આદર અને સેવા જેવા માનનીય ગુણ વિકસિત થાય છે. જેથી બાળકો ઘણા પ્રેક્ટીકલ અને પરિસ્થિતિ મુજબ રહેતા શીખી જાય છે.
દાદા-દાદીના સંપર્કમાં રહેતા બાળકોમાં એકલાપણું, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઓછી જોવા મળે છે. તે દરેક રીત રહેતા શીખી લે છે. તેને દરેક મુશ્કેલીનો ઉકેલ કાઢતા આવડી જાય છે.

દાદા-દાદી કે નાના-નાની વિશ્વાસ, પ્રેમ અને પાયાનું શિક્ષણ આપવામાં મદદ કરે છે. દાદા-દાદી અને બાળકો વચ્ચેના પ્રેમનો સબંધ વધુ મજબુત બને એ માટે સપ્ટેમ્બર મહિનાના બીજા રવિવારે રાષ્ટ્રીય દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજરોજ અમારી શાળામાં પણ દાદા-દાદી માટે ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદા-દાદીએ પોતાના બાળકો સાથે ગેમ રમી પોતાના બાળપણને યાદ કર્યું અને પોતાનો અનુભવ બીજા સાથે શેર કરી પોતાના અનુભવનું ભાથું બાળકોને આપ્યું અને અલ્પાહારની મજા માણી.