top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Fun Carnival


બાળકનો સર્વાગી વિકાસ એ જ બાળભવનનો મુખ્ય હેતુ છે. બાળકોના જીવનમાં આનંદ એ અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. બાળમંદિર એ બાળકના ભાવિ મહેલનો મિનારો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણ વ્યવસ્થા નો પાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે ૩ થી ૬ વર્ષ ની ઉંમરના બાળકોને નિયંત્રિત વાતાવરણમાં અનૌપચારિક રીતે બાળક પોતાની કાલીઘેલી ભાષા માં સમજી શકે તેવી નાની- નાની લઘુવાર્તાઓ, જોડકણાં, બાળગીત, અભિનય ગીત તેમજ નાના-નાના ઉખાણાં કરાવવામાં આવે છે તેમજ બાળકના જીવનમાં રમતનું આગવું મહત્વ છે.

બાળકના હાથની આંગળીઓની કેળવણી માટે જુદા-જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. કાંડાની અને હથેળીની કેળવણી માટે માટીકામ, કાગળના ડૂચા, છાપકામ, ચીટકકામ વગેરે જુદા-જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેમજ બાળકોને જુદા-જુદા પ્રકારની રમતો રમાડવામાં આવે છે જેના થી બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

બાળમંદિર માં બાળકોને રમવાના સાધનો, પાણીની બોટલ, ચોપડીઓ વગેરે જેવી વસ્તુઓ વ્યવસ્થિત મુકવાનું શીખવાડવામાં આવે છે. નાની - મોટી વસ્તુઓ સુંદર લાગે તેમ ગોઠવવાની તાલીમ આપવામાં આવે છે. બાળમંદિરમાં બાળકોને સમૂહ માં રમત રમાડવામાં આવે છે. તેથી તેનામાં સહકારની ભાવના કેળવાય છે. બાળભવનમાં બાળકો પાસે જાતે જ પ્રવુતિઓ કરાવવામાં આવે છે. તેથી તેમનામાં આત્મવિશ્વાસ આવે છે. બાળક પોતાની લાગણીઓ અને વિચારોને પોતાની મૌલિક ભાષામાં અભિવ્યક્ત કરતો થાય છે. બાળભવનમાં બાળકોમાં પોતાના કૌશલ્યો અને ગુણોનો વિકાસ થાય છે. બાળમંદિર એ બાળક માટે અજાણી સૃષ્ટિ માં વિહરવા માટે થનગનતી શાળા છે.

આજની જીવનશૈલીમાં બાળકો બહારનું વધુ ખાવાનું પસંદ કરે છે. બાળકનો શારીરિક તથા માનસિક વિકાસ જન્મથી લઈને શરૂઆતના ૫ વર્ષ સુધી ખુબ ઝડપથી થતો હોય છે. ખાસ કરીને મગજનો વિકાસ પહેલાં ૫ વર્ષમાં ૯૦% જેટલો થઈ જાય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઈચ્છનીય રીતે પૂરું ન પડે તો, ન પુરી શકાય એવી ખોટ સર્જાતી હોય છે.

આહાર એ આપણા સૌની એક જરૂરિયાત છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે આહાર લઈએ છીએ. આહારમાંથી આપણા શરીરને જરૂરી એવા વિટામીન, મિનરલ્સ વગેરે મળી રહે છે.

પહેલાના સમયમાં લોકો અનાજ ઉતપન્ન કરતાં અને પુરા વર્ષ એ જ અનાજમાંથી વિવિધ વાનગીઓ બનાવી ભોજન તરીકે લેતા આજના સમયમાં લોકોને પેકીંગ વાળી વસ્તુઓ અને ફાસ્ટફૂડ ખાવાની આદત પડી ગઈ છે.

તેથી જ અમારા બાલભવનમાં બાળકો અને માતા-પિતા માટે Fun Carnival નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆતમાં પ્રિન્સિપાલ અને વાલીશ્રીઓ સાથે મળીને દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું,

ત્યારબાદ ગજેરાના બાળપુષ્પો દ્વારા ગણેશ વંદના કરવામાં આવી હતી. સાથે જ શિક્ષણ ને લગતા શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન, વિવિધ રમતો અને ફૂડ ઝોન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બધા વાલીશ્રીઅને બાળકોએ ભાગ લીધો હતો અને તેમનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

262 views0 comments
bottom of page