gajeravidyabhavanguj
Founder's Day
શિક્ષણ એ દરેક માનવીના પાયાની જરૂરિયાત છે,શિક્ષણ દ્વારા જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય તે વાત ગજેરા બંધુઓ જાણતા હતા જેથી 1999 માં ગજેરા વિદ્યાભવન ની સ્થાપના કરી શિક્ષણ જગતનો પ્રથમ છોડ રોપ્યો હતો જે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે ગજેરા ટ્રસ્ટ નું વિઝન છે કે સમાજમાં રહેતા લોકોના ચહેરા પર "One Happiness" નો અનુભવ કરાવવો.
દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિના વિકાસમાં સહભાગી થઈ સ્વવિકાસ કરે. યુવાઓના સથવારે મજબૂત સમાજની રચના કરી.સર્વાંગી શિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસ માટે બાળકોને પ્રેરિત કરવા તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ માટે સ્વાસ્થ્યવર્ધક સેવાઓ પૂરી પાડવી. સમાજને પ્રગતિશીલ & વિકાસશીલ બનાવવા માટેના લગતા કાર્યો તેમજ આદિવાસી જેવા વિસ્તારોમાં ફૂડ કીટ નું વિતરણ,મેડીકલ કેમ્પ વગેરે જેવા સામાજિક કાર્યો કરવાની પહેલ કરી.એકથી અનેક સુધી ખુશીની લહેર પ્રસરાવી ઓને Happiness ના સિદ્ધાંત ને વૈશ્વિક બનાવીએ.