top of page
  • Writer's picturegajeravidyabhavanguj

For good ideas and true Innovation you need Human interaction conflict Argument debate

Updated: Jan 24

"વિજેતા ક્યારેય પણ હાર માનતા નથી અને હાર માનવાવાળા ક્યારે વિજેતા થતા નથી. "


ડિબેટ એટલે એક પ્રકારની ચર્ચા પણ આ ચર્ચામાં થોડો વાદવિવાદ હોય . ડિબેટ દ્વારા જ ખરેખર તો જ્ઞાન ઉપાર્જિત થઈ શકે છે.સમસ્યાનો નિર્ણય લાવવા માટે પણ જો કોઈ વસ્તુ બેસ્ટ હોય તો તે છે ડિબેટ. ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસનો વધારો થાય છે અવનવી જાણકારી પ્રાપ્ત થાય છે. ડિબેટ સ્પર્ધા વિદ્યાર્થીઓને થોડા સમયમાં સચોટ રીતે પોતાની વાત કેવી રીતે રજૂ કરવી તેનો પણ ખ્યાલ આપે છે. તેમ જ ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓની શ્રાવણ શક્તિ નો પણ વિકાસ થાય છે.

બાળકની બોલવાની આવડત, હાવ-ભાવ, આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ ડિબેટ દ્વારા કરાવી શકાય છે.

પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને દ્રઢ કરે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓની તર્ક શક્તિમાં પણ વધારો થાય છે. વ્યક્તિએ પોતાનો વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો તે માટે ડિબેટ એક મહત્વનું પાસું છે.


સુનિતા મેકર્સ દ્વારા ઇન્ટર સ્કુલ ડિબેટ સ્પર્ધા નું આયોજન દર મહિને કરવામાં આવે છે આ સ્પર્ધા ની અંદર દર વખતે અલગ અલગ વિદ્યાર્થીઓે સાંકળી લેવામા આવે છે જેથી દરેક વિદ્યાર્થીઓને પોતાનામા રહેલી સુશુપ્ત શક્તિ વિકસાવવાનો મોકો મળી શકે.

આ માસ માં ડિબેટ નો વિષય હતો.(Life in village is better than cities) આ ડિબેટ દ્વારા વિદ્યાર્થીઓ શહેર વિશે અને ગામડા વિશેની ઘણી બધી માહિતીઓથી વાકેફ થયા હતા. જેટલું મહત્વ ગામનું છે તેટલું જ મહત્વ શહેરનું છે તેનો તેઓને ખ્યાલ આવ્યો.જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે ગામ અને શહેર બંને એકબીજાની બાજુઓ છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ડિબેટ માં ભાગ લીધો હતો અને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. પ્રશ્નોત્તરી દ્વારા પણ વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ ઉત્તર પણ આપ્યા અને પ્રશ્નો પણ પૂછ્યા હતા. કાર્યક્રમ ખરેખર જ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. જેમાં કતારગામ શાખાના વિદ્યાર્થીઓ બેસ્ટ સ્પીકર અને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મેળવ્યો હતો. તમામ સ્પર્ધાને ગજેરા શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા.

428 views0 comments
bottom of page